________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીર સ્વામી દેવને સ્વબેન
સુદર્શનાને પ્રબોધ.
“દરનામુ.”
પ્રભુ મહાવીરજી વર્ધમાન, પ્રિયાબંધુ સાચા ગુણવાન; વિભુ સ્વયંભૂ ઈશ્વર દેવ, સર્વ વિશ્વ કરતું તુજ સેવ. ૧ પરમેશ્વરને મહાવતાર, પૃથ્વીને કરવા ઉદ્ધાર; પ્રગટ્યા પુરૂષોત્તમ ભગવંત, સર્વ સંતમાં પૂર્ણ મહંત. - ૨ તુમ સંગતથી સાચુ જ્ઞાન, પ્રગથ્થુ ભક્તિનું શુભતાન; ત્રણે જગના પાલક ધીર, જ્ય જય જગમાં શ્રીમહાવીર. ૩ જૈનધર્મ કરવા પરકાશ, તીર્થકર પ્રગટયા ગુણવાસ; Jહાવાસ દીપાવ્યો ખરો, ભારતને ભાનુ અવતર્યો. ચંદ્ર સૂર્ય તવ આજ્ઞાવડે, ગ્રહો સકલ જીવે સંચરે; તુજ આજ્ઞાની કેઈ ન બહાર, સર્વ વિશ્વનો તું આધાર. પ અધ્યાત્મિક દ્રષ્ટિએ વડ, સર્વ વિશ્વ લેતું તુજ ઘડે; તુજ નામે સંકટ સહુ ટળે, તુજ ભજતાં વેળા સહુ વળે. ૬ મહાવીર વીર જપતાં જાપ, કાલ અનાદિ ટળતાં પાપ સુદર્શના હું હારી બેન, તુજ બધે પ્રગટયું દિલ ચેન. ૭ જન્મકાલથી પ્રભુ શ્રીવીર, સર્વ વિશ્વમાં મેટે ધીર; અંગુઠે મેરને અડ, મેરૂ કો ને ધડહા . ૮ ઈન્ટે જાણ્યા શક્તિ અનંત, સ્વામી પરમેશ્વર જ્યવંત; ઈન્દ્રાદિક તુજ સેવા કરે, સર્વ વિશ્વ દે તુજ મરે. ૯ વીર વીર તુજ નામને જાપ, જપતાં ભક્તપણાની છા૫; મહા પાપીઓ પામે સ્વર્ગ, તુજ ભક્ત નહીં પામે નર્ક ૧૦
For Private And Personal Use Only