________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે. શા. મેહનલાલ જેશીંગભાઈ વિજાપુરવાળાને લખેલા પત્ર.
जूठा वैरागीओनां लक्षण,
રાગ–ધીરાના પદને. વૈરાગી વેશે જગમાં રે, ઘણા લેકે ભટકયા કરે, ધર્મના નામે ધૂતી રે, અનીતિએ પેટ ભરે, પાંચ ઈન્દ્રિના ત્રેવીસ વિષયે, રાતા તાતા થાય, આત્મજ્ઞાનની ગંધ ન જાણે, આપ બડાઈને ગાય, વૈરાગી વાત કરતા રે, મનમાંહી રાગ ધરે. વૈરાગી. ૧ રાત દિવસ નિન્દા લવરીમાં, કાઢે છે કાળ, શિખામણ દે તેને ક્રોધે, દેવે મર્મની ગાળ; નિજ ઘર એકને છેડી રે, અનેક ઘરો કરતા ફરે. વૈરાગી. ૨ કામે પડયા ત્યાગી થ્રીડા, કરતા ગુમ કુકર્મ, ઢાંકપિછાડા કરતા ઉપર, ધરે ન મનમાં શર્મા ઉપરથી બગલા ભકતે રે, પરના પ્રાણે દાવે હરે. વૈરાગી. ૩ કૂતરને તર જેમ દેખી, સામું ભસીને થાય, વૈરાગીને દેખી તેમજ, વૈરાગી દુઃખ પાય; ઈષ્યથી ધગધગતા રે, અગ્નિપરે બાળે અરે. વૈરાગી. ૪ નિર્ધન વા કોઈ હોય ગરીબડું, દાધારંગી કે, સ્વાર્થપાશમાં સપડાઈને, વેષપહેરે છે સાઈ; વૈરાગી કેઈ વિરલા રે, અજ્ઞાનીઓ ઘણું ખરે. વૈરાગી. ૫ કામિની કંચનના કામી, માની ચિત્ત હરામ, પેટભરા ઠગતા લેકેને, કપટ કઢાવે દામ; દુર્જન દાવપેચી રે, મીઠું મુખે ઉચ્ચરે. વૈરાગી. ૬ કલેશી કંકાસી મનક્રરા, લડે લડાવે લેક, પક્ષાપક્ષે ધમધમામાં, માને ધર્મ એ ઢગ; પત્થરના નાવ જેવા કે, બુડાડે અને બૂડી મરે. વૈરાગી, 9
For Private And Personal Use Only