________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૨
ભજનપહ સંગ્રહ
ખરેખર પ્રીતિના તાને, થતી પ્રીતિવડે ભક્તિ. કરાતાં કાર્ય દુર્ગમ પણ, રહે પરવા ન મૃત્યુની ત્યજાતાં બંધને ધાર્યા, થતી પ્રીતિવડે ભક્તિ. થતાં સંબંધ પ્રીતિએ, ટળે ના પ્રેમ સંબંધ, થતું સ્વાર્પણ સ્વપ્રીતિએ, થતી પ્રીતિવડે ભક્તિ. અહો આ કાળમાં પ્રીતિ, વિના સંયમ નથી હોતું; સરાગીસંયમે નક્કી, થતી પ્રીતિવડે ભક્તિ. થયા આસક્ત જે સતે, પ્રભુમાં એકતા તાને; રહી ત્યાં પ્રીતિની શક્તિ, થતી પ્રીતિવડે ભક્તિ. ગુરૂને દેવ પર પ્રીતિ, થતાં સમ્યત્વની પ્રાપ્તિ બુદ્ધ બ્ધિધર્મવ્યવહારે, થતી પ્રીતિવડે ભક્તિ.
م
* गणे डाह्या सकल निजने *
કવાલિ. જગમાં દેખશે જ્યાં ત્યાં, ગમે તેવા પ્રસંગમાં; મતિની ભિન્નદષ્ટિએ, ગણે ડાહ્યા સકલ નિજને. વિચારે પારકા જૂઠા, વિચાર્યું સત્ય પોતાનું અવસ્થાભેદ દષ્ટિએ, ગણે ડાહ્યા સકલ નિજને. મગજ છે સર્વનાં જુદાં, રૂચે ના સર્વને સરખું સમજતાં ચિત્ત અનુસારે, ગણે ડાહ્યા સકલ નિજને. ગણે નહિ મૂર્ખ કે કેને, કચ્યાથી મૂર્ખ સહુ ખીજે; મળેલી બુદ્ધિ અનુસાર, ગણે ડાહ્યા સકલ નિજને. જુવે ના ભૂલ કે નિજની, જણાતું પ્રાયઃ જગ એવું; બુદ્ધ બ્ધિધર્મવ્યવહારે, ગણે ડાહ્યા સકલ નિજને.
م
ه
ه
ی
For Private And Personal Use Only