________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
હ
,
,
ज्ञान ध्यानथी प्रभुनी साथे तन्मयता. હારે પ્રભુ હારે પ્રભુ, પ્રેમી હૃદયના હાલમાં, તન્મય બની તવ રૂપમાં, રાચી રહું માચી રહું; વારી જઉં લ્હારા ઉપર, કુરબાન પ્યારા પ્રાણ છે, આંખે થયે આભાસ લ્હાલા, ત્યારથી હિચાણ છે. ચમકાર આંખે આગળે, દેઈને ક્યાં ભાગી જશે, તવ તેજ પ્રીતિ જેરને, શિરપર ચઢયે ભારે નયે, ઘાયલ કર્યું મુજ ચિતને, પરખાવિયું તુજ રૂપને, લાગી લગનવા તાહરી, છેડું નહીં દિલ ભૂપને. સંતાઈયા ઝટ શેાધીને, ભેટી અંગઅંગથી, ભેટી પડી આનન્દથી, સાથે રહું ઉમંગથી; તવ રૂપમાં રંગાઈને, જ્યારે જરા થાઉં નહીં,
બુદ્ધ બ્ધિ પ્રભુના રૂપમાં, નિજ રૂપને જેવું સહી. સં. ૧૯૭૦ ચૈત્ર વદિ ૯ વિસનગર.
ભાવાર્થ-હે અસંખ્ય પ્રદેશમય નિર્મલ પ્રભો! ત્યારે છું અને તું મહારે છું. મારા પ્રેમિહદયને તું વહાલમ છે. હે પ્રભે !!! હારા શુદ્ધરૂપમાં તન્મય બનીને રાચીમાગી રહું છું. હે સર્વજ્ઞ પ્રભો !!! મહારં સર્વ હારા ઉપર વારી જાઉં છું, હારા ઉપર મારા પ્રાણ કુરબાન છે. હે પ્રભBJઆન્તરિકચક્ષએ હારા રૂપને જ્યારથી આભાસ થયો ત્યારથી હારીપિછાણ અર્થાત ઓલખાણું થઈ છે. હે પ્રભો ! ધ્યાનસમાધિમાં જ્ઞાનચક્ષુ આગળ તમારા રૂપને ચમકાર દઈને હવે તમે ક્યાં ભાગી જશે. હે પ્રભો ! હારા તેજપર થએલી જે પ્રીતિ તેના જેરારને નિશે જે મારા મગજમાં ચઢે છે તેણે હું મારું હારું એવું ભાન ભૂલાવી દીધું છે અને મારા ચિત્તને ઘાયલ કર્યું છે. જ્યારથી હારૂં રૂપ અવેલેર્યું છે ત્યારથી ચિત્ત ઘાયલ થવાથી સાંસારિક વસ્તુઓ પર ચિત્ત ચોંટતું નથી. ફક્ત હારા રૂપને અવલોકવાની લગનવા લાગી રહી છે. મહારા દિલના ભૂપ એવા હે પરમાત્મન ! હવે હું હને છોડનાર નથી. હે પ્રભે તમે તિરોભાવની અપેક્ષાએ સંતાયા છે પરંતુ તમને પ્રગટ કરીને અંગેઅંગથી
For Private And Personal Use Only