________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
કુવામાં પાસીને પાડે, બુરી નાદાનની યારી. કસી સેનું અહી લેવું, વસીને માનવી જેવું; સદા મહા દુ:ખ દેનારી, બુરી નાદાનની યારી. કરાવે ખૂન પોતાનું, પ્રકટ કરતે સકલ છાનું, પડેલું વહાણમાં કાણું, બુરી નાદાનની યારી. રહે સ્વાર્થ સદા પાસે, પછીથી દૂર બહુ નાસે; રહે ના પૂર્ણ વિશ્વાસે, બુરી નાદાનની યારી. બને ના સત્યનો રાગી, નિહાળે ના ખરૂં જાગી; બની નિર્બળ જતો ભાગી, બુરી નાદાનની યારી. હણે છે પ્રાણુ અના, પરીક્ષા નહિ નિજાત્માની, ઘણું નિર્દયપણું ધારે, બુરી નાદાનની યારી. કરે છે. વિશ્વમાં હેળી, ભભૂતિ દેહ પર ચોળી; હૃદયમાંહી બને કેળ, બુરી નાદાનની યારી. ધરે ના નીતિની રીતિ, ભભૂકે ચિત્તમાં ભીતિ, જતા બાલી અને હારી, બુરી નાદાનની યારી. વિવેકે પૂર્ણ અવધારી, સમજશે સત્ય નરનારી; બુદ્ધયન્ધિસંતની યારી, સદા સુખકર અહો સારી. ૩૨ ૐ શાન્તિ, રૂ.
हृदयघातकने सम्बोध.
કવાલિ. અરે રે જીભ તરવારે, કરીને ખૂન માનવનું ખુશી થા કે ન ખુશી થા, અમારે એ ન જેવાનું. બની બેભાન મેહે હૈ, કલેજું કાપીયુ વેગે; હદયને પુછ? એકાતે, કયું શું ? સાથ પરભવમાં. દયાધમીતણા કુળ, બને જલ્લાદ દુષ્કર્મ કુકમે આંખ આગળસ, ખડાં થાશે મરણ સમયે.
For Private And Personal Use Only