________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૮૧૧ * श्री आत्मारामजी माहाराजना संघाडाना मुनि श्री लब्धिविजयजीओ रचेलां स्तवनो पर अभिप्राय.
ઓધવજી દેશે કહેજે શ્યામને–એ ચાલ. હવેગે છેનવર સ્તવને રચ્યાં, ભક્તિ ભાવને ગુંથ્ય સ્તવને બેસજે, પ્રભુભક્તિથી આનંદરસ રસિયા બની, ટાળે નિશદીન મનમાં પ્રગટ્યા ક્લેશ જે. હર્ષાવેગે. ૧ પ્રભુની સાથે પ્રેમભક્તિ લયલીન થઈ, સરલ હૃદયથી ભક્તિ ઝરણુમાં ન્હાય; ગાયન રચવામાં ગુલતાન સદા રહે, મૈત્રીભાવના ધારે નિજ સુખદાય, હર્ષવેશે. ૨ પ્રભુના દાસ બનીને અરજી ઉચ્ચરે, કરે પ્રાર્થના સિદ્ધ વધુ સંકેતજે; મીઠાં મીઠાં ભક્તિ લ્હાણુ સ્વાદતા, સ્વાદી ચખાડે અન્ય જીને હેતજો. હર્ષાવેગે. ૩ સ્તવનેગારે ડેલે આનંદમસ્ત હૈ, ભક્તજીને ડોલાવે કરી ગાનજે, સ્તવન સુણને શીર્ષ ધુણાવે ભક્તજન, મુનિ જીવનનું હાર્દિકે પ્રગટે તાનજો. હર્ષાવેગે. ૪ હીરવિજયજી શિષ્ય હીરલાસમ મુનિ, લબ્દિવિજયજી કાવ્યામુતરસરેલજે, તેમાં ઝીલી જીવો નિર્મળતા ધરે, અનુભવ સુખની ધારે જીવો સહેલ જે. હર્ષાવેગે. ૫ પ્રભુકાવ્ય મિષ કામણુ ભક્તો પર કર્યું, સ્તવન ગાઈને ભૂલે ભવનું ભાન; બુદ્ધિસાગર અનુભવી અનુભવ લહે, પામે અવિચળ મંગળમાળા સ્થાન જે. હર્ષાવેગે. ૬
For Private And Personal Use Only