________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
ભજનપદ્ય સંગ્રહ.
ચાલ્યા સહુ નિજ નિજ વાટે, ચેત ચતુર તું ચેતન ઘાટે. કયાં૬ મધુબિંદુ સમ સુખ સંસારે, તૃપ્તિ ન વળશે તેહથી કયારે. કયાં. ૭ મેહની માયા જગમાં મેટી, ક્ષણમાં નાસી દુ:ખદા બેટી. કયાં ૮ લટપટ ચટપટ ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપને થા તું રાગી. ક્યાં. ૯ સત્ય શુદ્ધપરમાત્મસ્વરૂપ, બુદ્ધિસાગર સુખચિપી. કયાં ૧૦
વાર્તવ્યો રેરા કાળ. ૨ જાગી ઉઠે હૃદય ઘટમાં પૂર્ણ જ્યોતિ જગાવે, સાચી સેવા જગ હિતત તેહમાં ચિત્ત લાવે; ખોટા ખ્યાલે પરિહર સદા ચિત્તમાં ધર્મ વાસે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા છે આ પરમ વિભુ એ ભાવના ચિત્ત ભાવ, મૈત્રી ભાવી સકલ જનથી તુચ્છતાને હઠાવે; સાચા ભાવે સકલ જનને દુ:ખમાં દે દિલાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ થાશો. સર્વે જીવ શિવસુખ લહે, કર્મના ઓઘ ટાળી, સર્વે જીવ શિવસુખ લહે, રાગ ને દ્વેષ વારી; સાચી એવી હૃદયઘટમાં, ભાવનાને વિકાસ, સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે. સૈનું સારૂં મન વચનથકી, કાય લક્ષ્મીવડે છે, આત્મબુદ્ધયા પ્રતિદિન કરે, લક્ષમી સાંપડે હો; હારી નિત્યે પ્રગતિપથમાં આત્મશક્તિ પ્રકાશે, સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે. હારા માટે સકલ શુભ છે, શુદ્ધદષ્ટિ પ્રભાવે, થાતું થાશે સકલ શુભ છે, ધર્મસાપેક્ષ ભાવે; એવું હારા હૃદય સમજી, મેહકર્મો વિનાશે ! સારાં કાર્યો નિશદિન કરી, વિશ્વમાં ઉચ્ચ થાશે.
For Private And Personal Use Only