________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૮૦૭ 1 थशे शक्तिथकी सिद्धि.
કવ્વાલિ. ભણ્યાથી શું? ગણ્યાથી શું? નથી શક્તિ વિના ભક્તિ, વિચારીને વિચારે એ, થશે શક્તિથકી સિદ્ધિ. ઉપાય સર્વ અવલંબી, જગા શક્તિ અંતરમાં મહા દુ:સાધ્ય કાર્યોની, થશે શક્તિથકી સિદ્ધિ. જગતમાં શક્તિ પૂજાતી, ચમત્કારો થતા એથી; કરી નિશ્ચય કરે કાર્યો, થશે શક્તિથકી સિદ્ધિ. થયા જે શક્તિથી શક્તિ, ગણાયા દેવ કેટીમાં કર્યા સંક૯પની નક્કી, થશે શક્તિથકી સિદ્ધિ. સદા પરમાર્થ કાર્યોમાં, સદા વ્યવહાર નિશ્ચયમાં; નિજાત્માની પ્રગતિ કરવા, થશે શક્તિથકી સિદ્ધિ. સમગ્ર વિશ્વ દેશોની, સમગ્ર વિશ્વ કમેની સદા સત્યાન્નતિ કરવા, થશે શકિતથકી સિદ્ધિ. સમસ્ત વિશ્વ ધર્મોના, ખરેખર સદ્દવિચારોની; પ્રચારક યુકિતયો રચવા, થશે શક્તિથકી સિદ્ધિ. અવકાતિ હરવા, શુભકાન્તિ સદા કરવા, બુદ્ધચબ્ધિ ધર્મ છે તવ એ, થશે શકિતથકી સિદ્ધિ.
છે. વેતન વોઈ.
સઝાય, રાગ કા હરે. કયાંથી આવ્યે કયાં જાઈશ ભાઈ, જેને તપાસી ત્યારી સગાઈ. કયાં ૧ કાયા માયા કાચી કે સાચી, રંગમાં રહ્ય શું ? રાચી માચી. કયાં ૨ કુલી ફેગટ શું ફાંફાં મારે, ફોગટ જન્મ ગુમાવી શું હારે. કયાં ૩ કંચન કામિની મારાં માની, નાહક મુંઝે છે નાદાની. ક્યાં૪ મરણ સામે તું ખાલી જાશે, ત્યારે મૂરખ તું પસ્તાશે. કયાં૫
For Private And Personal Use Only