________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
તને શાંતિ મજાની હે, અહે તવ પંથમાં વહેતાં; દઉં છું એ ભલી આશી:, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણ ને હાનિ, નથી ઈચ્છા જરા કરવા, તથાપિ જે બન્યું તેને, ક્ષમાલાવી ખમી લેજે. તુને શાંતિ સદા હેજે, અમારા ધર્મના ભેગે; ચિરાતું બહુ હૃદય બેલે, ક્ષમા લાવી ખમી લેજે. મળો શાંતિ ભવભવમાં, ભલું હારૂં થજે મુજથી;
બુદ્ધ બ્ધિ બહુકૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. વિજાપુર. સં. ૧૮૭ર ના ભાદ્રપદ સુદિ
बलकलथी जीताय.
દેહરા. સિંહ બળી વનરાજ પણું, કળથી તે પકડાય, નિશ્ચય છે આ વિશ્વમાં, બળકળથી છતાય. બળીયા ગળીયા થઈ જતા, કળા વિના ભટકાય; બ્રીટીશાવત્ જાણવું, બળકળથી જીતાય. બળથી અધિક કળા વધે, કળાથકી જીતાય; વિલા બુદ્ધિ પ્રયુક્તિના, બળ કળથી છતાય. બળીયાના બે ભાગ છે, કલાતણ ન ગણાય; સકલાવસ્થામાં અહો, બળ કળથી છતાય. નિર્બળ કળા વિના જને, જ્યાં ત્યાં હારી જાય; જાગી જગમાં ચેતજે, બળ કળથી જીતાય. મરે પ્રમાદે માનવી, જ્યા ત્યાં ખત્તા ખાય; કર્મયોગને આદરી, બળ કળથી જીતાય. બુદ્ધિબળ વિકસ્યા વિના, પરાશ્રયે જીવાય; મંત્ર યંત્રને તંત્રના, બળ કળથી જીતાય. સમય જમાને ઓળખી, ધરતાં પ્રબલેપાય; સર્વપ્રસંગોમાં ખરે, બળ કળથી જીતાય.
For Private And Personal Use Only