________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
ભજનપદ્ય સંગ્રહ.
ભક્તિ કલિયુગમાંહી ભલેરી, પામે તેથી ભવપાર; બુદ્ધિસાગર બોલે રે, સેવા શિવ નિ:સરણી.
ભગવંત. ૮
દરાજપક્ષી.
કવ્વાલી. રૂચિપક્ષી ઉડે છે હે, વદે છે બેલ મનમાન્યા; ઘડીમાં વલ્ટિપર બેસી, ઘડીમાં વૃક્ષપર બેસે. રૂચા વણ ઉડીને તે તે, ભૂમિપર આવીને બેઠું હળી ગયું અન્ય પક્ષીથી, પરસ્પર મેળમાં રાચી. ઉડી ત્યાંથી ગયું આદું, સરવર તીરપર બેઠું; હવા ઠંડી અહે લેતું, મધુરું જ્ઞાન લલકારે. ઉડી અન્યત્ર ચાલ્યું તે, જુવે છે રમ્યદેશોને; નિરીક્ષી વૃક્ષ પર બેઠું, ફળ સ્વાદે મધુર તે. ઠર્યું ના ત્યાં ઘણી વેળા, વિચારે અન્ય સારૂં શું? જઉં કયાં હું રહું ક્યાં હું, વિચારે ચિત્તમાં કરતું. મળેલાં પક્ષીને છોડે, મળેલાં વૃક્ષને ત્યાગે; ઘડીમાં ચિત્ત બદલીને, નવાને શોધવા ભાગે. ઘણાં વૃક્ષે ઘણાં સ્થાને, ઘણા માળા ઘણુ મેળા; બદલિયા ખૂબ આવશે, તથાપિ ના કર્યું કયાંછે. અરે એ ખૂબ ભટકે છે, સમજતું નહિં કરૂં શાથી; અરે મારું સ્વરૂપ જ શું? વિચારી દેખતું નહીં તે. ફરે છે રૂ૫ પિતાનું, ઘણા સંગ પામીને; જુવે તે તે ઠરે સ્થાને, અનુભવ સદ્દગુરૂ સેવે અનંતા પક્ષીઓને આ, જગ બાગ દેખાતે;
બુદ્ધચલ્પિ સદગુરૂ સંગે, જણાતું પક્ષી અન્તમાં. સાણંદ, વૈશાખ સુદિ ૨ સં. ૧૯૬૯
For Private And Personal Use Only