________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
ભજનપથ સંગ્રહ.
જ્યાં ત્યાંથી આવીને ભળે સાગરવિષે નદીઓ સહ, સાગરવિષે નદીઓ રહી સરિતામાં સાગર કંઈ લહું, શ્રી જૈન શાસનમાં રહ્યા છે વેદ વ્યાપક ઈશ્વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહારની શુભરીતિ તે વેદ સઘળા ધારવા, સહ દેશ ભાષા કાલમાં વેદ થતા અવધારવા પશુ પક્ષી વૃક્ષે આદિમાં વેદો છવંતા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આંખેથકી આંખે લડે વચને વિષે ઝેરે વહે, કાતી હૃદયમાં કારમી વહ્નિ ઘણું પ્રાણે દહે, ત્યાં વેદ સાચા નહિ વસે ને સત્ય જાતું ઝટ ટળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનામે પ્રતિકુલ જે મિથ્યાત્વવર્ધક ગ્રન્થ છે, સાપેક્ષ વચને વણ અહે સાવઘતમને પત્થ છે હિંસાદિ પાપ જ્યાં લખ્યા તે વેદ સાચા છે નહીં, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનાગ અવિરૂદ્ધ જે જે અન્ય ગ્રંથમાં રહ્યું, સાપેક્ષદૃષ્ટયા માન્ય છે તે સદ્દગુરૂગમથી લછું, જે પુસ્તકોમાં ધર્મ નહિ મિથ્યાત્વવાતે બહુ રહી, તે માન્ય નહિ ક્યારે થતી અનુભવથકી જેશ સહી. સહુ દેશમાં સહુ કાલમાં સહુ જીવનું સારું કરે, એવા ઉપાયે તે સકલ વેદ જ સાચા તે ખરે, કલ્યાણની જે યોજનાઓ વેદ માન્યા વ્યવહરી,
એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દિન સાથ રાત્રી જગ રહી પ્રતિપક્ષતા સર્વત્ર છે, સાચા જ સાથે જઠ છે જ્યાં છત્રી છે ત્યાં છત્ર છે; અન્વય અને વ્યતિરેકથી એ માન્યતા જગસંચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only