________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૮૨
09
૭૮
S
સમભાવ વચને વેદ છે એ વેદથી મુક્તિ મળે, આધિ ઉપાધિ સહુ ટળે આનન્દની વેળા વળે, સમભાવ ધારક વેદ છે પ્રણમું જ તેને લળીલળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સમતા સરલતાના વિચારે વેદ છે નિશ્ચય કહ્યું, નિ:સ્વાર્થતા મન શુદ્ધતામાં વેદ હાઈજ મેં લહ્યું; ચારિત્ર સંયમ વેદ છે સહુ વેદમાં શિરોમણિ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
કાયરક્ષાકારકા અવધૂત મુનિયે જે દિસે, લલનાપરિગ્રહ ત્યાગીની પાસે ખરા વેદ વસે, જે ઉન્મનીભાવે રહ્યા તે વેદ ઉપયેગી મણિ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. રત્નત્રયીથી કર્મની સત્તા ટળે છે ભવ્યને, જેના પ્રકાશે સજ્જ કરતા રહે કર્તવ્યને; એવું કથેલું વેદ છે નિશ્ચય જણાવું છું ભણું, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા વિભુ ચેતન કહે કે બ્રહ્મ આદિ નામ જે, બ્રહ્મા કહે હરિહર કહો અલ્લા ખુદા ગુણધામ જે; પરબ્રહ્મ નારાયણ કહે સ્યાદ્વાદસાપેક્ષા ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. તીર્થકરની વાણીમાં પ્રભુ નામ સર્વ સમાય છે, સાપેક્ષનય વચનવિષે વેદ સમાઈ જાય છે, શ્રદ્ધા અમારી તાદશી વ્યાપક વિચારે ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, જે વિશ્વવ્યાપક સદ્દવિચાર, વેદ તે વ્યાપક ભણ્યા, સહુ જાતની ભાષા વિષે સહુ દેશમાં જાતા ગણ્યા માને ખરા એ વેદને દિલ સત્ય વાત નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only