________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८२
ભજનપદ સંગ્રહ,
vvvvvv
૭૦
૨
આત્માવિષે વેદે સકલ નિશ્ચય કરી પ્રગટાવવા,
જ્યાં આત્મતિ ઝળહળે તે વેદ મનમાં ભાવવા, વેદે નિહાળે આત્મમાં ચિત્ત વિકટ સંહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સત્તાથકી સહુ જીવમાં વેદે રહ્યા અનુભવ કરે, સમજ્યા વિના શબ્દો વિષે ઝઘડા કરીને ક્યાં મરે જ્ઞાની હૃદયથી ઉઠતા તે શબ્દ વેદ વ્યે સુણું, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
જ્યાં વેદ એવું નામ છે તે વેદ નહિ સહુ જાતના, પર્યાય શબ્દ વેદના વેદે રહે બહુ ભાતના; અધ્યાત્મ વિદ્યા જ્યાં ધણું તે વેદ વિદ્યા મેં ગણ; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુએ કચ્યા વેદો ખરા તે વેદમાં હિંસા નહીં, પશુરક્ત જ્યાં પીવું કમ્યું તે વેદ નહિ માને સહી, સર્વજ્ઞનો દુશ્મન નહીં કે એજ સાચો છે ધણી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કૃતકમજી ભગવે સર્વજ્ઞ ભાખે છે ખરૂં, સર્વજ્ઞ ભાષિત કર્મની વ્યાખ્યા હદયમાંહી ધરૂ; કર્મો શુભાશુભ પ્રગટીને સુખ દુઃખ આપે હર ઘડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં કર્મ ત્યાં અવતાર છે મરવું જ કમેં થાય છે, અવતાર ઈશ્વરના કર્થ કર્મો રહ્યાં પરખાય છે, કર્મો થકી જે મુક્ત તે છે સિદ્ધ વ્યક્તિ પરવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નોવેલ ગપ્પાં જ્યાં લખ્યાં ઈશ્વર વચન તે નહિ ખરે,
જ્યાં મેહમિથ્યા વાસ છે કે નહિ પ્રભુ જાણે અરે, ઇશ્વર વચન કહેવાય નહિ અજ્ઞાનતા જ્યાં બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
(93
(9૪
૧૭૫
For Private And Personal Use Only