________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
૩૭
ભાગ આઠમે. આત્મા કબૂલે અનુભવે તે વેદ છે જન જન પ્રતિ, શુભ વાચ્ય વાચક વેદ છે શ્રુતજ્ઞાન પૂર્વક શુભમતિ, ગીતાર્થને અનુભવ લહી જાશે ન મિથ્યાત્વે છળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કારણ્ય મૈત્રી ભાવના છે વેદ સાચા આદરે, મધુપર્કમાં હિંસા કર્યો. તે વેદ શ્રદ્ધા પરિહરે; નિજ આત્મવત્ છ સકલ નિષ્પાપકરણું સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુ નામથી પશુઓ તણી હિંસા થતી તરવારથી,. સર્વજ્ઞના એ મંત્ર નહિ નિષ્પાપશાસ્ત્રો એ નથી; સર્વજ્ઞ પ્રભુના વદનથી કારૂણ્યશ્વનિ ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન વેદમાં લખ્યું સાચું સકલ નહિ માનવું, પ્રાચીન સહુ સર્વજ્ઞનાં વચને નહીં મન આણવું; પ્રાચીન અવૉચીનથી સાચું જ લેવું દિલ ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. મુઝે ન દષ્ટિરાગથી ભૂલે ન ભરમાયા થકી, મધ્યસ્થ થઈને પારખે સાચા મળે વેદ વકી; સમભાવ મનમાં આદરી જાણે પરીક્ષાઓ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આચાર્ય વાચક સાધુઓ વેદો અમારા બોલતા, તે જીવતા જાગતા પરમાત્મમર્મો ખેલતા; વેદ શુભંકર સાધ્વીઓ પરમાર્થવૃત્તિ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અમારે વેદ છે જેમાં અનન્તા ગુણ ભય, આત્માનુભવ સહુ વેદને પામી મહન્તો સુખ વયો, અધ્યાત્મજ્ઞાન જ વેદ છે સંસારવારિધિતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
૩૮
૪૦.
૪૧
For Private And Personal Use Only