________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
GOT
ભજનપથ સમહ.
एवी अमारी वेदनी छे मान्यता निश्चय खरी.
સર્વજ્ઞ મહાવીરદેવનાં વચના સકલ વેદો ખરે, અનુયાગ ચારે વેદ છે નિગમા અપર નામે ધરે; સર્વજ્ઞ શ્રી મહાવીરની વાણી અનન્તા ગુણુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. હોમાય પશુ જ્યાં યજ્ઞમાં ત્યાં વેદ હિંસામય ઠરે, હિંસા રહી ત્યાં વેદ નહિ સજ્ઞ નહિ એ ઉચ્ચરે; હિંસા નહીં છે વૈશ્વિકી એવુ ન મેલે ઇશ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ચારે મનાવ્યા વેદને ભરતેશ્વરે તે નહિ રહ્યા, એ નિગમના કંઈ અંશ સાંપ્રતકાળમાં જીવી વહ્યા; આચારદિનકર ગ્રન્થ આદિમાં નિગમતા બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિગમા હજી કંઇ કંઇ રહ્યાં હિંસા વિનાનાં જાણવાં, સ'સ્કાર સાળે વર્ણવ્યા સાપેક્ષથી મન આણવાં; આચારદિનકરમાં વિધિ લગ્ન પ્રતિષ્ઠાદિ ભલી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાંહિ ચારે વ ના જૈનાતણા સંસ્કાર છે, સંસ્કારના મંત્રા સકલ તે જીવતા જયકાર છે; જૈનાગમા શા સકલ વાંચી જીવા નિશ્ચય ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સર્વજ્ઞનાં આગમ અને નિગમા દયાદિ ગુગુ ભર્યાં; યજ્ઞાદિ હિંસા જ્યાં નહીં તેવા સમાધિ અવતર્યાં; કલ્યાણ કરવા વિશ્વનું મહાવીર વાણી અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં વાસીઓની માન્યતાના ક્ષેપકા પેઠા નહીં, હિંસા વિના નિર્દેોષને સત્યે જ શોભે જે સહી;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
k