________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪
ભજનપદ્ય સંગ્રહ
સાખી. મન તનની શક્તિ વધે, દેવગુરૂ બહુમાન
સ્વર્ગસમું નિજ ઘર અને, સાચી પ્રગટે સાન. સલાહો ગુરૂઓની લીધાથી નહિ ભૂલાય છે રે, ભૂલે સ્ત્રીકેળવણીમાં રહે નહીં જ લગાર; મતામત પક્ષાપક્ષી પડે નહિ તલભાર.
સાચે ૪ સાખી. ભાષા ભણતર માત્રથી, કેળવણું ન ગણાય,
ફેસનની ફિશીયારીથી, સુધર્યું કે ન જણાય. માટે સત્ય સુધારા ગુરૂગમ અનુભવથી કરે રે, આખો મીંચી દેડે ભૂલવણું દુઃખકાર; માટે જુના નવાને મર્મ લહે જયકાર. સાચ૦ ૫
સાખી. ચારિત્ર્યબળ બહુ વધે, દૂર ટળે સહુ દેષ;
ધર્મબળે સહુ એ બને. કરે ધર્મનો પિષ. નીતિ રીતિની પ્રવૃત્તિ સુધારવી રે, સુધાર્યા વણ સ્ત્રીઓને પ્રગતિ નહિ સંસાર; સુધારો સત્ય ખરેખર મહીલાના આચાર. સાચે ૬
સાખી. અભણ ભણેલ બે વર્ગમાં, દેષ ગુણે બે સાથ;
ગુણો વધે બે વર્ગમાં, કેળવણી જ સનાથ. માટે સમજી સાચું સદગુરૂ શિક્ષા દિલમાં ધારશો રે, જેથી સત્યસુધારાએ સુધરે સંસાર; બુદ્ધિસાગર બધે જગમાં જય જયકાર, સાચા. ૭ સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૧૧. પ્રાંતિજ,
For Private And Personal Use Only