________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ભાગ આઠમે.
ઉક
बोधपत्र
પરાણે મેળ નહિ મળતા. પરસ્પર ચિત્તના મેળે, મળે છે મેળ લોકમાં; સ્વભાવે ભિન્નતા જ્યાં ત્યાં, પરાણે મેલ નહિ મળતું. ૧ મળે નહિ મેળ સત્તાથી, મળે નહિ મેળ લાલચથી; ઉપાય જે કરે કેટિ, પરાણે મેળ નહિ મળત.
સ્વભાવે સર્વના જૂદા, રૂચે ના સર્વને સરખું; થયા વણ અન્ય મન સરખું, પરાણે મેળ નહિ મળતા. વિચારેને જ આચારે, મળે સમ ત્યાં થતો મેળો પરસ્પર ભેદદષ્ટિએ, પરાણે મેળ નહિ મળતે. લડે જ્યાં આંખથી આંખો, રૂચે નહિ વાત કીધેલી, વધે ઈર્ષ્યા જ રૂદ્ધએ, પરાણે મેળ નહિ મળતે. મળ્યા વણ મન નથી મેળે, પરસ્પર રંગથી મેળે રસાતું ચિત્ત ત્યાં મેળે, પરાણે મેળ નહિ મળે, થતે જે મેળ સત્તાનું, બહુ બળ વાપરીને જ્યાં ઉપરને મેળ ત્યાં નક્કી, પરાણે મેળ નહિ મળતો. થતે સરખાથકી મેળે, પરસ્પર ચિત્તડું મળતાં, ટકે તે સહેજથી થાતાં, પરાણે મેળ નહિ મળત. પરાણે મેળ કરવામાં, નથી આનન્દરસ ઝાંખી; નિયમ કુદ્રતતણે એ, પરાણે મેળ નહિ મળતે.
સ્વભાવે મેળ જે થાસે, થવા દે તે અધિકાર, વિચારી દેખ દષ્ટાન્ત, પરાણે મેળ નહિ મળો. ખરે વિવે પ્રભુમેળે, મહાવ્યાપક સદા સુખમય, બુદ્ધચબ્ધિ સત્ય શિક્ષાથી, ખરે કર મેળ સન્તાથી. સં. ૧૯૭ર માઘ સુદિ ૯,
માણસા. ૐ શાન્તિ !
For Private And Personal Use Only