________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભા ભરીને વા એકલાએ પણ અતિ વ્યસનીની પેઠે અને અતિ કામીની પેઠે ધર્મ ગ્રંથે વાંચવામાં લક્ષ્ય દેવું. ગુરૂ અને ગુરૂના ગ્રંથોમાં તથા દેવ અને દેવના ઉપદેશમાં જે ભેદ માને છે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂના પ્રતિપક્ષી લેકે ગુરૂના ગ્રન્થમાં જે જે દૂષણે જણવે તેને ગુણાનુરાગી સાધુઓને પુછી વા પોતાની મેળે યોગ્ય જવાબ આપવો. જેઓ દેશદ્રષ્ટિવાળા છે તેઓ તો પરમાત્મા સર્વજ્ઞ વીર પ્રભુને પ્રત્યક્ષ સદ્દભાવ છતાં પણ તેમના ઉપદેશમાં અને તેમનામાં દોષો દેખે એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે શ્રી પ્રભુ મહાવીર દેવના સામાં ત્રણસે પાંસઠ પાખંડીઓ વિદ્યમાન હતા, તેઓ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુનાં ઉપદેશ વચનેને માન્ય કરતા હતા. જેની અવળી દ્રષ્ટિ છે તેને તે સવળું પણ અવળું ભાસવાનું, માટે ઈન્દ્રજાળીઆ જેવા હજારેને સમાગમ થતાં પણ ધર્મ ગ્રંથો પર કદી અશ્રધ્ધા ધારણ કરવી નહીં. ધર્મગુરૂઓના ધર્મ ગ્રંથાની નિંદા કરનાર અને તેમાંથી ભૂલ કાઢી ગુરૂની હેલના કરનારાઓની સ્વ
માં પણ સંગતિ કરવી નહીં, શ્રી સુખસાગર ગુરૂ ગીતામાં અને ગદ્ય સંગ્રહમાં ગુરૂના પ્રત્યેનીકની સંગતિ ન કરવી એમ દર્શાવ્યું છે. જેને ગ૭ મત પ્રબંધમાં અનેક ગચ્છના ગુરૂઓ સાધુઓ સાથે સમયાનુસારે વર્તી ધર્મગુરૂના ધાર્મિક પ્રગતિના વિચારને ફેલાવે કરીને જેનોની સંખ્યામાં વૃદ્ધિ કરવી તથા જૈન શાસનની પુષ્ટિ કરવી. શ્રી મહાવીર પ્રભુના શાસનની આગ અને ધર્મગુરૂના ગ્રન્થથી અવિરૂધપણે ઉન્નતિ કરવા ભકતાએ તન મન ધનનું અર્પણ કરવું.
ભજન પદ્ય સંગ્રહના ભાગે તથા અન્ય ગ્રંથને લખતાં કંઈ ભૂલ થઈ હોય તેની ચતુર્વિધ સંઘ સમક્ષ ક્ષમા માગવામાં આવે છે. તારે બડે, ચડતો પડે, ભ ભૂલે અને લખતાં લહી ભૂલે એમ બનવું એ અશક્ય નથી માટે શુદ્ધાત્માસ્વરૂપ ચતુર્વિધ મહા સંઘની ક્ષમા માગવી એ યોગ્ય જ છે. આ ગ્રંથમાં શરત દેષથી, ટાઈપ દોષથી જે કંઈ કાવ્યોમાં અશુદ્ધિ થઈ હોય તેને જ્ઞાની મહાત્માઓ સુધારશે અને તેને પ્રચાર કરશે એવી વિજ્ઞપ્તિ છે. અશુદ્ધિ શુદ્ધિ પત્રક સાથે દાખલ કરવામાં આવ્યું છે તથા વિષયાનુક્રમણિકા દાખલ કરી છે.
आशीर्वाद. લખેલા ધાર્મિક ગદ્ય પદ્યમય ગ્રંથને વાંચનારા શ્રદ્ધાળુ પ્રેમી ગુણાનુરાગી સાધુઓ, સાધ્વીઓ, શિષ્યો, શ્રાવક, શ્રાવિકાઓ, માર્ગનુસારીઓ વિગેરેની
For Private And Personal Use Only