________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડતું હોય અને તેનાં સારી રીતે અર્થ કરી શકતા હોય તેઓની પાસે ધર્મગ્રંથ વંચાવવા અને સાથે સાથે ધર્મચર્ચા જ્ઞાનચર્ચા કરીને ચાલતે વિષય દૃઢ કરે. ધર્મ ગ્રંથને વાંચતી વખતે ચાર પ્રકારની વિકથાઓનો ત્યાગ કરવો. તથા વચમાં વાંચતાં ખલના થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિને ત્યાગ કરી અપ્રમત્તપણે વાંચવું. વાંચતી વખતે અન્યબાબતોના વિકલ્પ સંકલ્પને ત્યાગ કરવો. નાસ્તિકે પાસે અશ્રદ્ધાળુઓ પાસે ધર્મગ્રંથો વાંચવા નહીં કારણ કે તેથી ઉલટું મિથ્યાત્વનું પિષણ થાય છે. જે ગ્રંથો સર્વને એક સરખી રીતે હિતકારી જાણતા હોય તે સર્વ મનુષ્યો સમક્ષ વાંચવા અને જે ગ્રંથે ગુપ્તપણે વાંચવાના હોય તે ગુપ્તપણે વાંચવા, ધર્મગ્રન્થો વાંચતી વખતે સર્વ ભકતોએ, સાધુઓએ, અને સાધ્વીઓએ ગુરૂને પ્રથમ વાંદવા. પુસ્તકને નમવું પશ્ચાત્ પૂર્ણ પ્રેમથી શ્રવણ કરવું. ધર્મગુરૂ ધર્માચાર્યના ગ્રંથ પર જે જે સાધુઓ તથા સાધ્વીઓને અત્યંત રાગ હોય તેની પૂર્ણ ભકિત કરવી. ધર્મગુરૂના ગ્રંથેપર જે જે શ્રાવકેને અને શ્રાવિકાઓને પૂર્ણ રાગ શ્રદ્ધા હોય તથા જાહેરમાં તેની તેવી પ્રવૃત્તિ દેખાતી હોય તેઓને ગુરૂએ, શિષ્યએ બનતી સેવા સહાય કરવા પ્રાણત પણ ચૂકવું નહીં. ગુરૂઓના ભજને પદ્યો ગાઈને જે ગવૈયાઓ ભેજક વિગેરે ગુરૂની ભકિત કરતા હોય તેઓને ગૃહસ્થોએ ઉચિત દાન આપવું. ઉત્સાહ આપવો, અને તેઓ મારફત અન્યદર્શનીય લોકોમાં પદ્યોને પ્રચાર થાય તેવો પ્રયત્ન કરે. આગમન, પ્રકરણને, ધર્મગ્રંથોને વિશ્વમાં પ્રચાર કરવા માટે તથા ધર્મગુરૂઓના વિચારેને જમાનાને અનુસરી વિસ્તાર કરવા માટે ભકતોએ લાખો રૂપિયા ખર્ચ કરે. ધર્મને પ્રચાર કરનાર અને ધર્મની આરાધના કરનાર સાધુઓની અને સાધ્વીઓની વિનયભક્તિ બહુમાન સેવા વૈયાવૃત્યમાં પ્રાણાર્પણ કરવામાં પણ કદિ ચૂકવું નહીં, ધર્મ ગ્રંથો ગમે તે ભાષામાં લખેલ હોય પણ અર્થ એકસરખો ઉત્તમ હોવાથી કોઈ પણ ગ્રંથનો અનાદર ન કરવો અને પિતાને જે સમજાય વા રૂચે તેનું વાંચન કરવું. ધર્મગ્રંશે સાંભળવા આવનારાઓને અનેક પ્રકારની યોગ્ય પ્રભાવનાથી ભક્તિ કરવી. એટલે ગુરૂપર પ્રેમ હોય એટલે તેના બનાવેલા ધર્મ ગ્રંથોનીપર પ્રેમ ધારણ કરો અને તેમાં કરેલી આજ્ઞા પ્રમાણે ભવ્ય સંતએ, ભક્તોએ ગૃહસ્થાએ વર્તવું. લખેલી બાબતોમાંથી ગુરૂના વિરહમાં વા પક્ષ દશામાં ગુરૂદત્તધર્મ ગ્રંશે ઘણું ઉપકારી છે, અને તેના વાંચનથી આત્મકલયાણ થવાનું છે, એ દ્વિભાવ ધારણ કરવું. દ્રઢ શ્રદ્ધા ધારણ કરવી. સાંસારિક લાભો તો આ ભવ સુધી હિતકારી છે પણ ધર્મ તે પરભવમાં હિતકારી છે એવું જાણી દરરોજ
For Private And Personal Use Only