________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચવાની રીતિ-વિધિ. ધાર્મિક મેક્ષમાર્ગનાં પુસ્તકોને વિધિ પૂર્વક વાંચવા જોઈએ. કોઈપણ ગ્રન્થ વાંચતાં પૂર્વે નમસ્કાર મંત્ર ગણીને પંચ પરમેકીને વારંવાર નમસ્કાર કરવા પશ્ચાત ધર્માચાર્ય ગુરૂને વારંવાર નમસ્કાર કરી તેમની સ્તુતિ જેવી આવડે તેવી હદયના ઉભરાથી કરવી. પશ્ચાત્ ધાર્મિક ગ્રન્થઅને મૃતદેવી સરસ્વતીને નમસ્કાર કરે. પશ્ચાત્ ગ્રન્થ કર્તા ધર્મ ગુરુઓ વિગેરેના હાદિક આશયો હદયમાં સ્કરાયમાન થાઓ એવી પ્રભુ પ્રતિ શુદ્ધ દિલથી પ્રાર્થના કરવી. ગીતાર્થ ધર્મગુરૂની આજ્ઞા લઈ સ્વાધિકારે યોગ્ય ગ્રંથ વાંચવાં ધર્મ ગ્રન્થ વાંચતાં જે જે શંકાઓ પડે વા જે જે બાબતોને પુછવાની જરૂર પડે તેની નોટ કરી લેવી. વર્તમાનમાં જે વિદ્યમાન ઉત્તમ જ્ઞાનીઓ હોય તેઓની પાસે જઈ શંકાઓનું સમાધાન કરવું. ગ્રન્થ વાંચતી વખતે અદબથી બેસવું, સ્થિર ચિત્તથી વાંચવું. પા કલાક વાંચવું. અને એક કલાકાર મનન કરી જવું, એવી રીતે વાંચવું. કઈ બાબતનું વાંચન કરતાં એકદમ ન સમજાય વા તેમાં પિતાને કંઈક વિચાર વિરૂદ્ધ લાગે તે આ પુરૂષોના વિરૂદ્ધ કંઈપણ ન વિચારતાં કાલાંતરે યોગ્ય દશાએ યોગ્ય સન્તોના સમાગમથી અવબોધાશે એમ વિચારવું. જે જે પદ્ય વિષયે વા ગદ્ય વિષયો પિતાને બહુ ઉપયોગી લાગે તેને મુખે કરવા, અને તેનો ભાવાર્થ વારંવાર વિચાર કરો. ધર્મગુરૂના ગ્રન્થના દુર્જને અવળા ખોટા ધર્મ વિરૂદ્ધ અર્થ કરી પુસ્તકની અસત્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે તો તેઓને અન્યજ્ઞાની સત્તાને તથા ગુણાનુરાગીઓને પુછી યોગ્ય જવાબ આપવો. ધર્મ ગ્રખ્ય કર્તાપર પૂજય માન્ય બુદ્ધિ રાખીને તથા હદયમાં સવળી દ્રષ્ટિ રાખીને ધર્મ ગ્રન્થને વાચવા. શાંતિના સમયમાં અને એકાંતમાં શબ્દાર્થનો અર્થ વિચાર કરતાં કરતાં વાંચવું. જે જે વિષયમાં રસ પડે છે તે બાબતોને વારંવાર વાંચવી. હું જે પુસ્તક વાંચું છું તેમાં સદ્દગુરૂની ભક્તિ વડે મને સત્યના પ્રકાશ થાઓ, એ દઢ નિશ્ચય કરીને વાંચવું, ધર્મગુરૂઓના જ્ઞાનરૂપ આત્માનો અવતાર ખરેખર ગ્રન્થમાં થયેલું હોય છે માટે ધર્મ ગ્રન્થ એ ગુરૂઓની મૂર્તિઓ છે એવો દૃઢ નિશ્ચય કરી ધર્મગ્રન્થોની આશાતના ટાળવી અને ધર્મગ્રંથોનું પ્રીતિપૂર્વક બહુમાન કરવું. ગુરૂઓએ પિતાનું હૃદય ગ્રન્થમાં રેડવું હોય છે માટે ધર્મગ્રન્થને ગુરૂના શરીરની પક્ષદશામાં તો વારંવાર વાંચવા. ધર્મગ્રંથોને અમુક ભાગ વાંચીને જ ખાવું, અને અમુકભાગ વાંચીને તથા શ્રવણ કરીને જ સુઈ રહેવું એવી ખાસ પ્રતિજ્ઞાઓને ગુરૂભકતો ધારણ કરે છે. ગુરૂ જ્યારે પિતાની સમીપમાં ન હોય ત્યારે સર્વ ધર્મ બંધુઓએ ભેગા થઈને જેને સારૂ વાંચતા આવ
For Private And Personal Use Only