________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અશુદ્ધ જ્ઞાન પર્યાયરૂપ બુદ્ધિથી આત્માનું શુધ્ધ સ્વરૂપ ન્યારૂ છે. મન અને બુધ્ધિની પેલી પાર અર્થાત તેથી ભિન્ન અત્યંત શુદ્ધ આત્મા છે. આત્યંતિક એકાતિક નિરૂપમ સુખમય આત્મા છે. મન અને શાતાદનીયથી ભિન્ન એવા નિર્વિષય આત્મસુખનો આત્માને આત્માનુભવ વેદનકાલે અનુભવ આવે છે. આ આત્મિક સુખને અનુભવ પ્રાપ્ત કરવાને મનમાં પ્રગટતી અનેક સુખ દુઃખ આશા તૃષ્ણની કલ્પનાઓને જ્ઞાનવડે જીતવી પડે છે. બાવીશ પરિસહે અને અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવા હોય તે પ્રથમ શ્રી ગુરૂની કૃપા મેળવવી. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી સાધુ અવસ્થામાં અગર ગ્રહસ્થાવાસમાં મનને જય કરે જોઈએ. સર્વ શાસ્ત્રોને સાર એ છે કે મનને જ કર. ગ પણ મન છે અને નરક પણ મન છે, મન સંસાર છે અને મન માક્ષ છે, મન મિત્ર છે, અને મન શત્રુ છે, મન ઈદ્ર છે, અને મન રંક છે, મન અંધકાર છે અને મન પ્રકાશ છે, મન માર્યા વિના આત્માની પ્રાપ્તિ થતી નથી, મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી કરોડો ઉપાયો કરે પણ સત્યશાંતિ મળવાની નથી. જેમ જેમ ગુરૂની કૃપા દયા મહેરબાની મેળવાય છે તેમ તેમ મનની શુભ દશા થતી જાય છે, અને અશુભ દશા ટળે છે. ગુરૂની કૃપાનુસારે વર્તવાથી કરેલવે પણ જે મન ન જીતી શકાય તે અલ્પભવમાં જીતી શકાય છે. જ્ઞાની ગુરૂની કૃપાપામીને તેમના આત્માની સાથે પિતાને આત્મા મેળવીને અંતરથી નિરાસક્તિપણે વર્તવાની શકિત પ્રાપ્ત કરાય છે. શ્રી સદ્દગુરૂની કૃપાથી ધીરેધીરે મન, શુભમાં વળે છે અને છેવટે તે શાંત થઈ જાય છે. ગુરૂની કૃપાથી મને જય કરી શકાય છે. વિરતિ જ્ઞાની વ્રતધારી ગુરૂનું શરણું અંગીકાર કરીને ભૂતકાળમાં અનેક મનુષ્યો મોક્ષ પામ્યા. વર્તમાનમાં મહા વિદેહ ક્ષેત્રવર્તિ પામે છે અને ભવિષ્યમાં અનંત છ મુક્તિ પદને પામશે. શ્રી સદ્દગુરૂની કૃપાથી મનેય કરી શકાય છે અને આત્માની શુદ્ધતારૂપ શુધ્ધ બ્રહ્મ મેક્ષ પરમાત્મપદ મેળવી શકાય છે, એમાં કોઈ જાતને સંશય નથી માટે ભવ્ય મનુષ્યોએ શ્રીસદ્દગુરૂનો આશ્રય કરવો અને ભજન સંગ્રહના ભાગોમાં આવેલી ગુરૂસેવા ભકિતના પદમાં જણાવેલા ઉપાયોથી ગુરૂનું શરણું અંગીકાર કરવું અને મને જયના પોને અનુભવ કરી મને ય કરી આત્માની શુદ્ધતા કરવી. બાળકે, યુવાને, વૃદ્ધો, જ્ઞાનીઓ, ભેગીઓ,વિદ્વાને સ્વસ્થ બુદ્ધયનુસાર ઉપર્યુક્ત શિક્ષામાંથી તથા ભજન પદ્યમાંથી સાર ખેંચી શકે છે. જેવા જેવા ભાવથી પદ્યોને ભજનેને વાંચે છે તેવા ફલને તેઓ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only