________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા હતા. આ પ્રમાણે સર્વ ધર્મપ્રવર્તક મહાગુરૂઓના શિષ્યો પૈકી ઘણુઓની વિપરીત અવસ્થા થએલી છે તે અન્યનું તે શું કહેવું છે તેમજ આ કાલમાં ગુરૂઓપર શ્રદ્ધા બેસવી દુર્લભ છે. પરંતુ શ્રદ્ધા ઉઠવી ટળવી તેમાં તે એક ક્ષણની વાર લાગે છે. જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ માન, માયા, લોભ છે તે ગુરૂની કૃપા મેળવી શકતા નથી. જે બાહ્ય પદાર્થોની આશાએ ગુરૂને માને છે તે ગુરૂની કૃપા અને મુક્તિ પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. ગુરૂના નિરાસક્તિભાવથી શ્રદ્ધા ભકિત ધારવી અને પાખંડીયાના પ્રસંગમાં આવ્યા છતાં અને તેઓની ધૂર્તતા ભરેલી સત્યના જેવી ચમકતી અનેક વાર્તાઓ યુકિત સાંભળતાં છતાં જેની શ્રદ્ધાભકિત ઉલટી પિતાના ગુરૂપર વધે છે, તે ગુરૂની કૃપા મેળવવા શક્તિમાન થાય છે. દુનિયા મેટા ભાગે ઘોરપુજક છે. દુનિયા છવતા ગુરૂઓને દેખી તેઓના પર અશ્રદ્ધા, શેષાદ્રષ્ટિ ઉપેક્ષાભાવ ધારણ કરે છે. અને પશ્ચાત તેઓનું સ્વરૂપે જયારે અન્ય ગુણી મનુષ્યો સમજાવે છે ત્યારે તેમના નામની પ્રતિમાઓ મૂર્તિઓ કરીને પૂજે છે. આવી દુનિયાની દશા છે, તેમાં કોઈ પૂર્વભવને સંસ્કારી હોય છે તે જીવતા શરીર ધારી ગુરૂની કૃપા મેળવે છે. ગુરૂકૃપાથી યોગની અને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે માટે ભવ્ય શિષ્યભક્તોએ શ્રી સદ્દગુરૂના આશ્રયતળે રહીને તેમની કૃપા મેળવવી જોઈએ.
मनोजय ગુરૂની કૃપાથી પાંચ પ્રકારના શરીરથી તથા શાતાથી અશાતાથી ભિન્ન એવા તથા અષ્ટકર્મની પ્રકૃતિથી ભિન્ન નિરંજન નિરાકાર શુદ્ધ બુદ્ધ અખંડ “જગા” એવા અનેકાંત અનંત ગુણ પર્યાયાધર એવા આત્માને અનુભવ સાક્ષાતકાર થાય છે, અને તેથી મનની શુભાશુભ કલ્પનાઓને જીતી શકાય છે. મનમાં પ્રગટતા અનેક રાગ દેશના વિકલ્પ સંકલ્પો પર જય મેળવી શકાય છે. શરીરના ગે નામને મોહ, રૂપને મેહ, કીર્તિમેહ, પ્રતિષ્ઠા મેહ, દેહાધ્યાસ વિગેરેને અત્યંત મેહ થાય છે. જાગ્રત અવસ્થામાં શરીર, વાણી, મનના ધર્મોમાં પ્રાયઃ રાચવા યાચવાનું થાય છે, અને સુષુપ્તિ અવસ્થામાં પણ કામણ શરીર મેહ પ્રકૃતિના વ્યાપારમાં લીન થવાનું થાય છે. નિદ્રાવસ્થામાં સુખે સુવારૂપ જે અનુભવ આવે છે તે શાતા વેદનીય પ્રકૃતિનું ફલ સમજાય છે. નિદ્રાવસ્થામાં કર્મને ભેગી, શાતા કર્મને ભેગી આત્મા છે કારણકે આત્માને તે અવસ્થાને અનુભવ આવે છે માટે નિદ્રાવસ્થાથી અને સ્વપ્નાવસ્થારૂપ કર્મની સુક્ષ્મ સૂષ્ટિથી આત્મા ભિન્ન છે, મન
For Private And Personal Use Only