________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GOD
ભજનપથ સંગ્રહ.
અમને અને તમને સદા, આ વિશ્વમાં સમ ન્યાય છે; અમથી સદા નિર્ભય રહે, પ્યારાં અમારાં પંખીડાં. ૨૨ આશી: અમેને ઘો ભલી, ભલું થાય તમ એવી સદા; આનન્દદાયક વિશ્વને, પ્યારાં અમારાં પંખીડાં. નિર્દોષ જીવન ગાળતાં, રંગે રમે જ્યાં ત્યાં ભમે, વિશ્વાસી જૈ રંગે રહે, પ્યારાં અમારાં પંખીડાં. અપરાધ સહ માણી કરે, નિજ આત્મવત્ અમને ચહેર બુદ્ધચબ્ધિ પ્રભુ દરબારનાં, પ્યારાં અમારા પંખીડાં. ૨૫ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૧ સેમ.
૩ શાન્તિઃ રૂ
૨૪
જ્ઞાત ' સ્વાતંત્ર્ય જગમાં સર્વનું, સંરક્ષવું એ ન્યાય છે; પરતંત્રતા પ્રસરાવવી, કુદ્દતણે અન્યાય છે. સ્વાતંત્ર્યને સત્યાર્થ માં, સ્વાર્પણજીવન કરવું ઘટે, ખુલ્લાં થતાં પ્રગતિતણ, દ્વારે મહત્વે એ રટે. સ્વાતંત્ર્યથી સત્ય ખરાં, પ્રગટે જગત્માં જાણવું; સ્વાતંત્ર્યને પ્રકટાવવા, બલ એ હું જગ અથવું. સ્વાતંત્ર્ય વણ નહિ સત્યની, આશા હૃદયમાં આણવી, પરતંત્રતા ત્યાં સત્ય નહિ, એ વાત નકકી માનવી પ્રગતિગિરિશિખરે ચો, સ્વાતંત્ર્યનાં પગલાં ભરી; પરતંત્રતા ત્યાં જીવતાં, દેખા ગયા નિશ્ચય મરી. પરતંત્રતા ના કે ચહે, જે જગતમાં અનુભવી પરતંત્ર કેને ના કરે, એ વાત જગમાં નહિ નવી. ચાહે સ્વયં સ્વાતંત્ર્યને, પરતંત્ર પરને ના ચહો, ન્યાયે ખરી પ્રગતિ લહે, અન્યાય ના સાંખી રહે. પ્રભુના ભલા દરબારમાં, પરતંત્રતા તે ના ઘટે સ્વાતંત્ર્ય સેને જગ મળે, અન્યાય દુદખે સહુ મટે.
For Private And Personal Use Only