________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
મિત્ર મેળને રાખવા, એ નહીં હેલી વાત; વિના વિચારે ચાલતાં, થાય મૈત્રીની ઘાત. જ્ઞાતિમિત્રની ગેાઠડી, પગ પગ સુખની હેર; દુષ્ટ મિત્રની ગોઠડી, મન પ્રગટાવે ઝેર. ન્નતિ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં કા કાલ; મૂષક સાથે મૈત્રી કરી, ખિડાલ દે ઝટ ફાળ ધર્મ બૈર ત્યાં મિત્રતા, ટકે નહીં વ્યવહાર; જાતિ દેશના ભેદથી, રહે ન મિત્રાચાર. ધર્મ ફ્રેશને જાતિ ભેદ, કરે મૈત્રીના ભેદ; બાલવાના ચિત્તમાં, દૃષ્ટિ સાંકડી વેદ. આત્મજ્ઞાનીએ સાચવે, ધમ જાતિના ભેદ: મૈત્રી ભાવ સદા અહા, લહે ન મનમાં ખેદ. દેનારા વિરલા થતા, ઘણા મિત્ર ખાનાર, નારદ જેવા મિત્રથી, દૂર રહેા નરનાર. મેઢા મનના મિત્રથી, મળે ન શાન્તિ એશ; ઉછાંછળા મિત્રાથકી, પ્રગટે મનમાં કલેશ. રીસાળ મિત્રા રીસથી, ઉંચા નીચા થાય; વિવાહની વરશી કરે, ક્ષણમાં પલટી જાય. વિના અનુભવ ના કરી; મિત્ર મેળ સંસાર; પગ પગ દુ:ખા સાંપડે, સમજો નર ને નાર. મિત્ર મેળની કાળજી, નહીં હૃદય તલભાર; શુષ્ક મિત્ર એવા મળે, મળે ન શ લગાર. ખટપટિયા મિત્રેાથકી, નિશદ્દિન ખટપટ થાય; વ્યસની મિત્રની સગતે, વ્યસની સ્વયં થવાય. સુજન મિત્ર વણુ જીંદગી, સુધરે ના કા કાળ; કલ્પવૃક્ષને ત્યાગીને, આવળને ના ઝાલ, ધન સત્તા મળતાં અરે, મળ્યું ન કિચિત્ માન; મિત્ર મળે જો સદ્ગુણી, મળ્યું સર્વ મન જાણુ.
For Private And Personal Use Only
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦