________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
,
,
,
૫
૯૮
મૂષક પેઠે ફેલીને, સઘળું વંચી ખાય; દુષ્ટ મિત્ર એ જાણ, અવસર નાસી જાય. ટકે ન મનમાં વાત કંઈ, છાનું કરે પ્રકાશ; મિત્ર અમિત્ર ન જાણુતે, મૂર્ખ મિત્ર તે ખાસ. અવસર દશા ન જાણત, શક્તિ દેશ અજાણ; મિત્ર ભલે ના તેહ, કરે જ મેટી હાણ. કાકસમા મિત્રે ઘણા, શ્વાન સમા જ હજાર; વિરલ હંસને સિંહ સમ, સાહાચ્ય શક્તિ દેનાર, સંકટમાં સાથે રહે, કરે સમર્પણ પ્રાણ મિત્ર એવા દેહીલા, સુણે ન નિન્દા કાન, ચડતીમાં પાસે રહે, પડતીમાં નહીં પાસ; એવા જન નહીં મિત્ર છે, સત્તા ધનના દાસ. મિત્રગુણે વણ મિત્રતા, કદિ નહીં ટકનાર; શ્વાન સંઘ ભેગે મળી, જાય ન કાશી ધાર. મિત્રના ભેદો ઘણું, કહેતાં નાવે પાર; ઐય ભાવવણ મિત્રતા. ખરી નહીં થાનાર. ગપાટીયા મિત્રો ઘણા, ઘણા મછલા મિત્ર; ગુણગેઝી વણ મિત્રતા, કદી ન હોય પવિત્ર. મિત્ર હૃદયમાં પેસીને, કરે મિત્રનું કામ; નિષ્કામી થઈ સંચરે, પવિત્ર તેનું નામ. મિત્ર હદયમાં પિસીને, મિત્ર હિતસ્વી થાય; છાયાવત્ સાથે રહે, ઉત્તમ મિત્ર ગણાય. છાની સાજ કરે ઘણું, ચહેન મનમાં માન; અપમાને ના ખીજતે સુજન મિત્ર તે જાણું. મિત્રોન્નતિમાં રાચતે, કરે ન કયારે ભેદ, ઠપકે મહેણને સહે, લહેન મનમાં ખેદ. ઓછું મન લાવે નહીં, સુવર્ણ પેઠે વાન, વઘતું જેનું બહુ રહે, સત્ય મિત્ર તે માન.
૧૦૦
૧૦ર
૧૦૩
૧૪
૧૦૫
For Private And Personal Use Only