________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૪
ભજનપદ્ય સંગ્રહ.
૫૦
૧૫૧
12
૧૫૩
૧૫૪
૧૫૫
૧૫૬
ત્સર્ગિકદષ્ટિવડે, દેખે સાધ્વાચાર; દેખે નહિ અપવાદને, દક્ષ ન શ્રાવક ધાર. સાધુ સાધ્વી વર્ગના દેશકાલ આચારક આગમોક્ત જે માનતા, સાચા શ્રાવક ધાર. પ્રાય: અધુના કાળમાં, અપવાદે આચાર; વતે સાધુ સાધ્વીના, આગમના આધાર. માને જે ગુરૂગમ લહી, શ્રાવક તેહ સુજાણ; સાધુ વર્ગ સેવા કરી, પામે પદ નિવણ. વર્તમાનમાં સદ્દગુરૂ, વતે તેહ મહાન; ગુરૂ ગૌતમવત્ માનતાં, હવે નિજ કલ્યાણ. વર્તમાન જે વર્તતા, ગોતમવત્ તે જાણ; દેખે નહિ કંઈ હીનતા, શ્રાવક તેહ પ્રમાણે. ધર્મોન્નતિકારક ગુરૂ, સ્થાપ્યા વીરે એહ, વીર વચન નહિ માનતા, હોય ન શ્રાવક તેહ. કયાં મેરૂને સર્ષવા, કયાં આંધિ તળાવ,
ક્યાં ત્યાગી ઘરબારી કયાં, સમજે સત્ય બનાવ. ધર્મ પ્રવર્તક સૂરિજે, દેશકાલ અનુસાર, વર્તાવે આચારને, તેહ પ્રમાણિક ધાર, કરે પ્રમાણિક શ્રાદ્ધ તે, ઉચ્ચ ગતિ જોનાર; વીર પ્રભુવતુ હુકમને, માને જયજયકાર. સાધુ સંઘ જે જે કરે, તે ના અન્યથી થાય; ધર્ણોદ્ધારક સાધુઓ, થયા થશે જગમાંહ્ય. શ્રદ્ધા એવી ધારતાં, ઉત્તમ શ્રાદ્ધ ગણાય; જૈન ધર્મ આરાધીને, સદગતિમાં તે જાય, ગુજ્ઞા પાલન કરે, ગુરૂભક્તિ કરનાર; ભક્ત શ્રાદ્ધ તે જાણ, ભવાદધિ તરનાર. ગુરૂપર પ્રીતિ અતિ ઘણું, કરે સમર્પણ સર્વ; સત્તા ધન નિજ શક્તિને, કદિ ન કરતો ગર્વ.
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૩
For Private And Personal Use Only