________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
શ્રાવક નામ ધરાવીને, ધરે ન શ્રાદ્ધાચાર; નામ માત્ર તે શ્રાદ્ધ છે, અન્તરૂમાં અવધાર. ઉપકૃતિ સહુ વિસ્મરી, સામે જે અપકાર; તે શ્રાવક છે નામથી, સમજે શુભ વ્યવહાર કેળવાયેલા કે અરે, કરે કુતર્ક હજાર, ધાર્મિક શ્રદ્ધા ના ધરે, નાસ્તિક તે નિર્ધાર. નામ ધરાવે જેનનું, તે પણ જેન ન થાય; જેનાગમ શ્રદ્ધા વિના, શ્રાવક તે ન સુહાય. નાસ્તિક કેળવાએલ જન, કરે સંઘમાં ભેદ; સંગ રંગ આપે.ઘણે, આપે સહુને ખેદ, એવાની સોબત કરે, ગુણ પોતાને જાય; ધર્મ ભ્રષ્ટતા ઉદ્દભવે, સડેલ પાનને ન્યાય. બગડે નહિ બીજા જને, તેવા કરી ઉપાય શ્રાવક સંઘને રક્ષતાં, પુણ્ય અનન્ત થાય. ગુરૂ આજ્ઞા માને નહીં, ધમેથાપક જેહ; સંગ ન સારે જાણ, અદસ્યવદની તેહ. સમજ્યા વણ શ્રાવક કરે, થાય ઘણે સંતાપ; કદાગ્રહી શ્રાવકથકી, ધર્મવચન અપલાપ. સ્વાર્થશાને લાભથી, જ્યાં ત્યાં ધૂસી જાય; ન્યાયાખ્યાય ન દેખતે, શ્રાદ્ધ ન તે કહેવાય. પરમાથે નહીં પ્રીતડી, કપટ કલામાં દક્ષ, સાંકડી દષ્ટિ દેખતે, ગ્રહ ન પ્રગતિ પક્ષ. સત્યાસત્ય ન પારખે, નિર્બલ મનને જેહ, શ્રાવક તે કયાં થઈ શકે, તુચ્છાશય જન એહ.
જ્યાં ત્યાં માથું મારીને, પામે જે ધિક્કાર; ખાય ત્યાંજ વિષ્ટા કરે, શ્રાવક ચોગ્ય ન ધાર. દેશકાલ ના પારખે, નિજ શકત્યાદિ અજાણ; શ્રાવક ચોગ્ય ન તે કદિ; લે નિજ જનના પ્રાણુ.
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૭
For Private And Personal Use Only