________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૪૯
જિનશાસનની હેલના, કરવામાં તે ભાગ; ધર્મ ભયંકર શ્રાદ્ધ તે, જે કાળે નાગ, કરી અધમેં જીવતે, ધરે અશુભ વ્યવહાર; અધમાધમ શ્રાવક કહ્યા, જાણે નરને નાર. શ્રાવક શ્રાવક ફેર છે, નહિ સહુ સરખા જાણ; પાસે રહી પરખી પછી, શ્રાવક ભેદને માન. વાણ ને આચારથી, શ્રાવકજન પરખાય; વ્યવહારે વ્યવહારથી, નિશ્ચય ગુણ સ્થિર થાય. ગુરૂકવ્યાદિક ભક્ષકા, ગોટાળા કરનાર; શ્રાવક ધર્મ વિરાધકા, દુર્ગતિના ભજનાર. ગુરૂએ નહિ વંદાવવા, દુર્જન શ્રાવક એહ, ક્ષણ રૂટ્ટા તુષ્ટા અરે, જવું ન તેના ગેહ. મુનિવરના દ્વેષીતો, લે નહિ આહાર; હોય કદાપિ સાધુઘાત, સૂક્ષમ રહસ્ય વિચાર. અડુક દડુકિયા શ્રાવક, કરવામાં નહિ સાર; ગુરૂવગે મન ધારવું, ક્ષેત્રાદિક અવધાર. જૈન વણિકૂલ જે થયા, સહુ નહિ શ્રાવક હોય; વને વને નહિ હસ્તિ, મનમાં ધારી જે. જૈન ધર્મના સારને, જાણે નહીં તલભાર, શ્રાવક નામ ધરાવીને, પામે નહીં ભવપાર. ગુરૂપર ભાવ નહીં જરા, શ્રાવક તે નહિ થાય; જેનગુરૂએ જાણવું, તે ના ધર્મને પાય. ધર્મ ગ્યતા જાણીને, શ્રાવક કરવા સાર; જાતિ માત્રથી ના થતું, શ્રાદ્ધત્વ જ નિર્ધાર. એક ભલો શ્રાવક ખરે, પણ નહિ કૂટ કરાડ; ગુરૂએ કરવો નહિ અરે, શ્રાવક જ્યાં બહુ ખેડ, મનુષ્ય યોગ્યતા જ્યાં નહીં, તે શ્રાવક નહિ થાય; સજનતા પ્રગટયા વિના, શ્રાદ્ધ ન કેઈ સહાય.
૩
For Private And Personal Use Only