________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
વાને ભાવ થતા હોય તેઓએ પ્રથમ શ્રી સદ્દગુરૂની કૃપા-અનુગ્રહ મેળવવે.
ગુહ પ, શ્રી ગુરૂની પર જેમને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રધ્ધા હોય છે તથા તેમનાં પાસાંને જે સેવી તેઓની આજ્ઞાનુસાર ચાલે છે તે સદગુરૂની કૃપા, મહેરબાની, પ્રસન્નતા, અનુગ્રહ, આશીર્વાદ મેળવવા શક્તિમાન થાય છે. ગુરૂની કૃપા થી સત્ય કર્મયેગી બની શકાય છે અને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકાય છે. જે ગુરૂની કૃપાથી કર્મયોગી બને છે તેનામાં દિવ્ય શક્તિ ખીલે છે. લાખ કરોડો શાસ્ત્રો વાંચવાથી જે બનતું નથી તે ગુરૂની કૃપાથી બને છે. ગુરૂની કૃપાથી હૃદયની શુદ્ધતા થાય છે, શુદ્ધ સાત્વિક ગુણે ખીલે છે અને રજોગુણ તમોગુણનાં આવરણ ટળે છે. શિષ્યોપનિષદ્દમાં ગુરૂની કૃપા સંબધીમાં વિશેષ વિવેચન છે અને ગુરૂમહત્તા સંબંધીમાં ગુણનિષ માં ઉત્તમ બેધ છે. ગુરૂની કૃપાથી મેટિ ગ્રન્થો વાંચ્યાથી જે આત્મશુદ્ધિ થાય છે તેના કરતાં વિશેષ શુદ્ધિ થાય છે. ગુરૂ કૃપાથી કર્મયોગીઓની વિશ્વમાં પ્રસિધ્ધિ થાય છે. ગુરૂ કૃપાથી શિષ્યો વિશ્વમાં મહા યોગીઓ બને છે એમ ગુરૂગીતામાં દર્શાવ્યું છે, માટે કર્મયોગી બનવા માટે ભવ્ય મનુષ્યોએ ગુરૂ કૃપા મેળવવી જોઈએ.
ગુરૂની કૃપાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે. ગુરૂની કૃપાથી સ્વાધિકાર અવબોધાય છે. અને તેથી સ્વાધિકારે કર્મો કરાય છે. ગુરૂની કૃપાથી આત્મજ્ઞાન પ્રગટે છે અને તેથી નિરાસતિભાવ પ્રગટ થાય છે, માટે ગુરૂની કૃપા મેળવવી જોઈએ. કલિકાલમાં શ્રીસદ્દગુરૂ દેવની જોગવાઈ છે. અષ્ટાદશદોષરહિત પરમાત્મા વીતરાગદેવ હાલ જેના દ્રષ્ટિએ જેમ મનાય છે તે કંઇ પ્રત્યક્ષ ઉપદેશ આપી શકે તેમ નથી માટે હાલ પ્રત્યક્ષ વિરાજમાન શ્રી સદગુરૂની ઉપાસના, સેવા, ભક્તિથી તેમની કૃપા મેળવી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂને અનેક પ્રીને પુછળ્યા વિના તત્વજ્ઞાનની સ્કૂરણે થતી નથી, માટે જે સમયે ગુરૂ પ્રસન્ન હોય અને આના આપે ત્યારે આત્મ નિવેદન કરી નિઃશલ્ય બની ગુરૂને શંકાવાળી બાબતોને પુછવી અને વિવાદની દષ્ટિ ટાળીને અંતમાં આત્માથે સમા ધાન થાય તે તરફ લક્ષ દેવું, ગુરૂની અશાતનાઓ ટાળવી. પૂર્વકાલમાં ગુરૂની કૃપા પ્રસન્નતા મેળવીને શિષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા કાળજી રાખતા હતા, તેથી તેઓએ અલ્પાધ્યયનથી અલ્પ શાસ્ત્ર વાચનથી ઘણું જ્ઞાન મેળવી શકતા હતા, અને હાલ અનેક પુસ્તકોના વાંચનથી અને અનેક વ્યાખ્યાને તથા ભાષણેના શ્રવણું કરવાથી પણ ઉપર ઉપરની અસર થાય છે પરંતુ કશું આત્મામાં
For Private And Personal Use Only