________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધિની દશા આવ્યા વિના જે ધર્મ કર્મોનો ત્યાગ કરે છે તે ધ્યાન સમાધિથી ભ્રષ્ટ થાય છે અને ધર્મ કર્મ યોગથી પણ ભ્રષ્ટ થાય છે માટે સાધુઓએ પણ જ્ઞાની થયા પાશ્ચાત કમાગી બનવું જોઈએ એમ કર્મયોગમાં વિવેચન કરવામાં આવ્યું છે. અમારા ગુરૂઓની પરંપરામાં કર્મયોગીઓ થવાની કુંચીઓનું જ્ઞાન આપવામાં આવે છે, અમારા ગુરૂ શ્રીમદ્દ સુખસાગરજી મહારાજ સાહેબે અને તેમના ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજે તથા શ્રીમદ્દ રવિસાગરજી મહારાજના ગુરૂ ક્રિોદ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજે કર્મયોગી તરીકે સાધુઓની જે જે ધર્મ પ્રવૃત્તિઓ છે તેઓને આચારમાં મૂકી બતાવવાને માટે કસર રાખી નથી એમ ગુજરાતના જેનો મુકત કંઠે કહે છે. અમારા ગુરૂએ અમને કર્મયોગની મહત્તાનો અનુભવ કરાવવામાં કંઈ બાકી રાખ્યું નથી અને તેથી તેમના નિર્વાણથી તેમની આજ્ઞા પામી કર્મવેગ ગ્રન્થની રચના કરી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની કર્મયેગી દશાને ખ્યાલ કરવો જોઈએ. શ્રીમદ્દ હરિભદ્રસૂરિની કર્મયોગીપણાની દશાનો ખ્યાલ કરવો જોઈએ. જેન ધર્મધુરા વહન કરનારા સાધુઓ, જેનાચાર્યો, સાધ્વીઓની કર્મયોગી દશાનો ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે કર્મયોગની શુદ્ધતા પ્રાપ્ત કરવા સ્વાધિકારે પ્રયત્ન કરી શકાય છે. હાલ જેનેમાં ઉચ્ચ પ્રકારના કર્મયોગીઓને ગૃહસ્થીઓમાં તથા સાધુઓમાં પ્રકટાવવાની જરૂર છે. ગૃહસ્થ જેને જે શાસ્ત્રાનુસારે જ્ઞાન પૂર્વક ગભદાનાદિ સંસ્કારે વડે સંસ્કારિત બનશે તો તેઓ ધર્મોદ્ધાર કરવા પ્રગતિશીલ બનશે એમ ખાસ પૂર્ણાનુભવથી કહેવામાં આવે છે. દુનિયાના સર્વ મનુ સત્ય કમ - ગીઓ બને એવો ઉદાર દ્રષ્ટિથી વર્તમાન કર્મયોગીઓ તરફથી પ્રયત્ન થવાની જરૂર છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું અને કર્મયોગી બનવાને રાજાથી તે રંક પર્યત સર્વ મનુષ્યને એક સરખા હક છે. આત્માની, મનન, વચનની, કાયાની શક્તિઓ ખીલવીને આત્મોન્નતિ કરવીકર્મયોગી બનવું એમાં સર્વ મનુષ્યોને એક સરખો હક્ક છે. કેઈ દેશને, કોઈ પ્રજાને પરતંત્ર ગુલામ બનાવવી એ કોઇને ધર્મ નથી, એ જેના મનમાં વિચાર આવે છે, એવી જે પ્રવૃત્તિ કરે છે તે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગી બની શકે છે. અમારા પૂજ્ય ગુરૂ મહારાજ ની કૃપાનુસારે ઉપદેશ દે, વ્યાખ્યાન આપવાં, ગ્રન્થ લખવાં, વિગેરે કમેથી કર્મયોગમાં પ્રવૃત્ત થવાયું છે. ગુરૂની કૃપા વિના આત્માની શુદ્ધતા ઉતા થતી નથી. ગુરૂના હૃદયમાં આત્મા રૂપ પરમાત્માનો વાસ છે અને તેથી ગુરૂની કૃપાથી પરમાત્માની કૃપા મળી એમ નિશ્ચય થાય છે માટે જે મનુષ્યને કર્મયોગી બન
For Private And Personal Use Only