________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓએ સાધુઓનાં જે જે આવશ્યક કર્યો છે તેઓને સ્વાધિકારે કરવાં. ઇત્યાદિ કર્તવ્યમાં પ્રવૃત્ત થવાને આધ્યાત્મિક તથા અન્ય ગુણોની કર્મવેગ ગ્રન્થમાં અત્યંત આવશ્યકતા દર્શાવી છે. હાલ કર્મવેગ ગ્રન્થના આઠ દશ ફરમાં છપાવાના બાકી રહેલા છે. ઘણું કરી ચાલતી સાલમાં કર્મયોગ છપાઈને બહાર પડવાનો છે તેમાંથી જિજ્ઞાસુએ સર્વ પ્રકારનું કર્મયોગિનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ભજન પદ્યસંગ્રહના આઠે ભાગોમાં કર્મચાગીયો થવાને કાણુ લાયક છે? તેનાં અનેક પદ્યો રચ્યાં છે તેમાંથી સજજન મનુષ્ય સાર ખેંચીને કર્મયોગીઓ બને એવી આશીઃ છે. કાલાનુસારે પૂર્ણ જ્ઞાની બન્યા વિના કોઈ સત્ય કર્મયેગી બની શકતો નથી. કર્મયોગી બનવા માટે હૃદયગુણોરૂપ ચારિત્રને પ્રાપ્ત કરવું જોઈએ એમ કર્મયોગમાં અનેક દષ્ટથી સિદ્ધ કર્યું છે. માટે ચારિત્ર ગુણોની પ્રાપ્તિ કરવાથી કર્મયેગી બની શકાય છે. હાલ ચારે ખંડમાં સત્યકર્મ યોગીઓને શેધી કાઢવા એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ક્ષાત્રકમ બનવું, રાજા બનવું, અમાત્ય બનવું, શેઠ બનવું, આચાર્ય બનવું, સાધુ બનવું, સારાંશ કે ગૃહસ્થ બનવું. વા ત્યાગી બનવું. તેમાં કોગીના ગુણેની ખાસ જરૂર છે. લેખકે, વક્તાઓ, સર્વ પ્રકારના વ્યાવહારિક કર્મ કરનારાઓ જે કર્મયોગીઓ બને તે ચારે ખંડમાં શાંતિ સુખવડે સ્વર્ગની શોભા દેખવામાં આવે. નિર્મલ કર્મયોગી બન્યા વિના સંસારમાં બંધાવાનું થાય છે, અને કમલેગી બન્યા પછી સંસારમાંથી મુકત થવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થના ધમેનું અને સાધુઓ ધર્મોનું આ ગમોમાં, નિગમમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે ખાસ કર્મયોગની શુદ્ધતા માટે અવબોધવું. કર્મયોગની પ્રસ્તાવનામાં કર્મવેગની આવશ્યકતા સંબંધી વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે, માટે જિજ્ઞાસુ ભત્રોએ કમ યોગની પ્રસ્તાવનાનું અવેલેકન કરવું તેનું વાંચન કરવું અને પશ્ચાત તેને અનુભવ કરે. ભજન સંગ્રહના આઠે ભાગે માં જે જે કર્મચોગી સંબંધી પડ્યો હેય તેઓને વાંચી મુખે કરવા અને તેને ગીતાર્થ ગુરૂ મુખથી અર્થ ધારો કે જેથી સંસ્કૃત માગધી ભાષાઓના ગ્રન્થોને સાર સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય. કર્મયોગી સેવાધર્મ, ઉપાસના, કર્મ, ભક્તિ, પરોપકાર, ક્ષાત્રાદિ કર્મ વગેરે સર્વ પ્રકારની આવશ્યક પ્રવૃત્તિને ગૃહસ્થ દશા અને સાધુ દશાના અધિકારે સેવે છે. જેનાગમીમાંજ સાધુઓને તેમના અધિકાર પ્રમાણે ધર્મ કર્તવ્ય કર્મોને કરવાનો કહ્યાં છે તેથી ત્યાગીઓ અક્રિય હોય છે એવો આક્ષેપ ખરેખર જેને મુનિઓને લાગુ પડી શકતો નથી. પ્રમત્તગુણ સ્થાનક પર્યત વર્તનારા સાધુએને ધાર્મિક કર્મો કરવાને સારી રીતે અધિકાર છે. અપ્રમત્ત ધ્યાન સમા
For Private And Personal Use Only