________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
આત્માની શુદ્ધતા કરી ચોરાશી લાખ છવ યોનિમાં જન્મ મૃત્યુના દુઃખથી મુકત થવું એજ મનુષ્યભવ પામીને સાધ્ય કર્તવ્ય કરવાનું છે અને તે માટે સિદ્ધાંતમાં, આગમાં, નિગમમાં ધર્મ સાધનાઓને લખવામાં આવી છે. જ્ઞાન
નવરાત્રિા સમાજ્ઞાન દર્શન અને ચરિત્ર મેક્ષમાર્ગ છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ એ બે પ્રકારે ધર્મ છે. ગૃહસ્થાવાસમાં દેશથી અને સાધુઓ અવસ્થામાં સર્વથી જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના થઈ શકે છે. આગમાં ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં નિલેપ કર્મયોગીઓ બનીને જે સ્વાધિકાર કર્તવ્ય કર્મોને કરે છે તે આત્માને અનંત આનંદ અને અનંત જ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી બને છે. સાંસારિક અથવા ધાર્મિક પ્રવૃત્તિયોને સ્વાધિકારે કરવી જોઈએ, પરંતુ કમલેગી બન્યા સિવાય આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મોને કરી શકાતાં નથી માટે કર્મયોગી બનવાની ખાસ જરૂર છે. દરેક મનુષ્ય કર્મયોગી બનવું જોઈએ. શ્રીયુત તિલકે કમગીની પદવી પ્રાપ્ત કરવાને માટે ભગવદ્ગીતાપર, કર્મવેગનું વિવેચન કર્યું છે.
कर्मयोगी बनवानी जरुर. અને તેમાં કર્મયોગી બનવાની કેટલીબધી જરૂર છે તે જણાવ્યું છે. અમેએ કર્મગ નામને સંસ્કૃત ગ્રન્થ રચીને તેનાપર કર્મયોગી બનવાના ગુણની તથા તેની અધિકારતાની સ્થિતિ વર્ણવી છે. અમે એક કર્મયોગ ગ્રન્થમાં આવશ્યક કર્મોને કર્મયોગી બની કરવાં જોઈએ, તે સંબંધી વિસ્તારથી વિવે. ચન કર્યું છે. કર્મ યોગ 2ના વાચનથી કર્મયોગીઓ બનવાની કેટલીબધી જરૂર છે, તે સહેજે જણાઈ આવે છે. કર્મયોગી બનવા માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. વિશ પચીસ વર્ષ પર્યત અધ્યાત્મ જ્ઞાનને ઉડે અભ્યાસ કરવો. યોગ સમાધિના ગ્રંથનું પૂર્ણ અધ્યયન કરવું. ગુરૂકુલ વાસમાં રહીને વીશ પચ્ચીસ વર્ષ પર્યત કાયિક, વાચિક, અને માનસિક બ્રહ્મચર્ય પાળવું. પચીસ વર્ષ પર્યત ખાસ ઉર્વરેતાબનીને આધ્યાત્મિક ગ્રંથને અનુભવ કરે, બાન સમાધિને અભ્યાસ કરે, અને તેની સાથે સર્વ પ્રકારની વ્યાવહારિક કેળવણીની તાલીમ લેવી અને પશ્ચાત જેઓ ઉચ્ચ શુદ્ધ કર્મ ગીયો બન્યા હોય તેઓના સહવાસમાં આવવું. દરરોજ દરેક કાર્યને નિલેષપણે કરાય એ અભ્યાસ સેવ, દરરોજ એક બે કલાક પરમાત્માનું ધ્યાન ધરવું, અને સરની સેવા કરવી. ધાર્મિક સંસ્કારવડે ગૃહસ્થધર્મને નિર્મલ કરે. સાધુ
For Private And Personal Use Only