________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
સ્વપ્ન સુખલડી ભક્ષતાં, સુધા ન ભાગે ધાર; જાણે કંપ વળે નહીં, ચેતે નર ને નાર. વાડી ગાડી લાડી સહુ, પડતાં હે નિર્ધાર; એવું જાણું ચિત્તમાં, ચેતે નર ને નાર. નામ રૂપનો મેહશે ?, શે ? જડ વસ્તુ પ્યાર; કૃત્રિમ સર્વ નિહાળીને, ચેતે નર ને નાર. ધમાથે જીવન વિના, જૂઠ સકળ વ્યવહાર, એવું મનમાં જાણીને, ચેતે નર ને નાર. પાપ પુણ્ય બે જાણુને, કરે વિવેકે સાર, પાપ કર્મ ત્યાગી સદા, ચેતે નર ને નાર. સંસારે સુખ ના કશું, દુઃખ અનન્ત અપાર; એવું જાણું ચિત્તમાં, ચેતે નર ને નાર. કરે ઉપાયે કટિ પણ, કોઈ નહીં રહેનાર; સમજી સાચું ચિત્તમાં, ચેતો નર ને નાર. ષરસ ભેજન સ્વાદતા, રહ્યા ન વિશ્વ મઝાર; અનિત્ય આ સંસારમાં, ચેતે નર ને નાર. પ્રોફેસર પંડિત ઘણા, જ્ઞાની ગયા ગમાર, પરમ પ્રભુની ધૂનમાં, ચેતે નર ને નાર. કરે કોધ શા કારણે, તેથી દુ:ખ અપાર; સાચી શિક્ષા માનીને, ચેતે નર ને નાર. રાગાદિકનાં બન્ધને, વડે થતા સંસાર; રાગાદિક હણવા પ્રતિ, ચેતા નર ને નાર. આન્નતિની પ્રાપ્તિ તે, કષાય જયથી ધાર; નિશ્ચય એ મન ધરી, ચેતે નર ને નાર. ભવજળધિ તરવા પ્રતિ, નૈકા દેહ વિચાર; પદયથી પામીને, ચેતે નર ને નાર. ચિંતામણિ સમ દેહને, પામી કરે ને વાર; . ધર્મ કર્મ મનમાં ધરી, ચેતે નર ને નાર. .
For Private And Personal Use Only