________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧ર
ભજનપદ્ય સંગ્રહ
n
nnnnnnnnnnnnnnnnn
કદિ કૃતઘ ન થાવે ખરે, ગુરૂશિક્ષા નિશદિન મન મરે પ્રસન્ન રાખે ગુરૂને સદા, ધારે ન અવળી દષ્ટિ કદા. કરે ન ગુરૂથી વાદ વિવાદ, વાદ કરંતાં આવે ખાદ; મન મોટું રાખીને રહે, ગુપ્ત રહસ્યો ક્યાંના કહે. નિષ્કામી થઈ ભક્તિ કરે, મુક્તિપુરી તે શિષ્ય જ વરે, ગુરૂભક્તિમાં કાઢે કાળ, ગુરૂભક્તિમાં નિશદિન હાલ. શિષ્યતણે ભક્તિ શૃંગાર, તેથી તે શોભે જગસાર; કહેણ રહેણું સરખી ધરે, બની પ્રમાણિક સંપદ્ વરે. ધારે મનમાં ગુરૂ ઉપદેશ, કરે કદિ ના ગુરૂથી કલેશ; અપત્ય અધિકા શિષ્ય સુભવ્ય, વિનય ભક્તિ તેનું કર્તવ્ય. ૨૩ કલિકાલે જે ગુરૂના ભક્ત, ગુરૂસેવામાંહી આસક્ત; ધન્ય ધન્ય તેને અવતાર, પાપે તે ભવજલધિ પાર. પુણ્ય ગુરૂની સેવા મળે, ગુરૂસેવાથી વાંછિત મળે; બુદ્ધિસાગર ગુરૂની સેવ, શાશ્વત શિવપુર આનન્દ મેવ. ૨૫ સંવત ૧૯૭૧ ના શ્રાવણ સુદ ૮ બુધવાર.
૨૨
૨૪
SS શિષ્યવૃતિ મુહનું વર્તદા. તક દે શિક્ષા શિષ્યોને સાર, કરતે ભાવથકી ઉપકાર ધારે શિષ્ય ઉપર બહુ પ્રેમ, શિષ્યન્નતિ કરવામાં રહેમ. ૧ અવગુણ ટાળે કરી ઉપાય, શિષ્યને કરતે શુભ સહાય, સત્યાસત્યને દેવે બેધ, કરે નહીં શિષેપર કેધ. ૨ કેળવણી આપે સુખકાર, જેથી થાવે જગ જયકાર; નિજ સરખા શિષ્યોને કરે, એવા ગુરૂઓ વિરલા ખરે. ૩ દેશકાલનું દેવે જ્ઞાન, આત્મતિ કરાવે ભાન; સાવચેત શિષ્યને કરે, નિજ ફર્ષે સહુ વાર્તા ખરે. શિષ્યય માટે સહુ કરે, ભેદભાવ દિલમાં ના ઘરે સઘળું જીવન સ્વાર્પણ કરે, શિષ્યમાટે જગમાં ખરે. ૫
For Private And Personal Use Only