________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
Soe
સ્વામી હુકમે ચાલે નિત્ય, ટેક નેકને રાખે ચિત્ત, સઘળું સ્વામી પૂચ્છી કરે, ફાટફૂટ ના હૃદયે ધરે. દેતાં શિક્ષા કરે ન કોઇ, મનમાં ધારે સવળો બોધ; કૂડ કપટથી દૂર રહે, સ્વામી ચહે તેને તે ચહે. વાયું શેઠે કરે ન કામ, પરસેવો વાળી લે દામ; સ્વામીના શત્રુનો સાથ, કદિ ન કરતો ઝાલી હાથ. ખોટું લાગે સ્વામી ચિત્ત, તેવી ધારે કેઈ ન રોત, સ્વામી સામે કદિ ન થાય, મનમાં લેશ ન બુરું હાય. ૮ સ્વામી વિરૂદ્ધ ન થાય કદાય, સેવક ગુણ એ છે નિર્ણાયક સ્વામીને શુભ કરતે સહાય, સ્વામી દુઃખે દુઃખી થાય. ૯ વિશ્વાસી સ્વામીને ઘાત, કરે તેની નીચી જાત; આચંદ્રકે નરકે રહે, દુ:ખ અનન્તાં ત્યાં તે લહે. - ૧૦ વિશ્વાસી સ્વામીને છળે, કુંભીપાક અગ્નિ એ બળે;
દે ઉપરીનું જે ખાઈ, ઠરે ન ઠામે કયારે ભાઈ. સર્વ જણાવ્યાં કાર્યો કરે, કથિત માર્ગમધ્યે સંચરે; શીર્ષ મૂકીને સેવા કરે, એ સેવક સંપદ વિરે. ૧૨ અશુભ નિજ સ્વામીનું હાય, તપ જપ કરતે સ્વર્ગ ન જાય; કરતા નિજ સ્વામી અપમાન, પામે ના તે ઉત્તમ સ્થાન. ૧૩ સમર્થ થઈને હામે થાય, કૃતજ્ઞ નિર્ગુણ તેહ ગણાય; સર્વ લેકમાં દુષ્ટ ગણાય, દુર્જન નરકે અને જાય. ૧૪ ઉપકારીને ઘાતક થાય, નરક ગતિમાં હેલે જાય; આ ભવમાં પણ લહે ન શાત, પાપી થાવે સઘળાં ગાત્ર. ૧૫ જેનાથી જે થયે મહત્ત, તેને જે જન કરતો અન્ત, પાપીમાં પાપી શિરદાર, અપજશ દુઃખડાં લહે અપાર. ૧૬ સ્વામીના જે દેખે દોષ, પામે ના તે ગુણને પિષ; રાજા શેઠ ગુરૂ વા દાસ, વતે સત્ય હૃદયથી ખાસ. ૧૭ શત્રુજનોથી ફૂટે નહીં, કીતિ તે જન પામે સહી;
૭
For Private And Personal Use Only