________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૬૦૭
ઘરડાનું કીધું નવ ગમે, ઈન્દ્રિયે મન જ્યાં ત્યાં ભમે. સ્વચ્છન્દી મનડું બહુ થાય, ગાનતાનમાં ચિત્ત સહાય, બાલ્યાનું મન રહે ન ભાન, નાટકમાં બહુ લાગે તાન. ઉછાંછળા ઉતાવળપણું, અહંકાર ને નિર્દયપણું; વિના વિચારે થાતાં કામ, મનમાં ગમતાં સ્ત્રીને દામ, જુવાની છે સ્વર્ગની વાટ, યુવા અવસ્થા નરકની ખાટ; જુવાની છે સુખ ભંડાર, જુવાની દુઃખે દાતાર. જુવાનીમાં થાતે ધર્મ, જુવાનીમાં થાતાં કર્મ, વાપરી જાણે તે જન તરે, બાકી બીજા ભવમાં ફરે. વિધુત લક્ષમી સરખી જાણું, સદા રહે ના મનમાં આણ કાળી મૂછો કાળા કેશ, ચેત ચાલીને વન વેષ. જુવાની દિવાના સમી, દમે સદા તેને સંયમી, જુવાની છે અલ્પ સમાન, દેખાતું ના સાચું માન. જુવાની છે નદી સમાન, જુવાની ભરતી સમજાણ જુવાનીમાં સબળો યેગ, જુવાનીમાં સબળ ભેગ. જુવાની પાડાની પેર, ધમધમાથી કરતી કે, વતે કામતણું બહુ જોર, મન હરાયું જેવું ઢર. જેમાં બાળ વાળે ત્યાં વળે, કાર્ય શુભાશુભ કીધું ફળે; અષ્ટ કર્મને વેગે મળે, બળ વાળે જે સિદ્ધિ પશે. જુવાનીમાં સાથે કામ, જુવાનીમાં સાધે રામ; જુવાની સબળું હથિયાર. સારામાં વાપરવું સાર. જુવાનીમાં ધર્મ કરાય, તેથી મુક્તિ વેગે થાય; વૃદ્ધાવસ્થા પૂર્વ ભાઈ, જુવાનીમાં ધર્મ સખાઈ. પચી જાય ખાધું સહુ કેય, દેડાતું વેગે બહુ જોય, ગાત્રે સર્વે બળથી ભય, થાતાં કાર્યો સર્વે કર્યા. શોભે શંગારે શુભ વેષ, રેગણુ.બહુ હેય ન કલેશ; જુવાનીમાં મસ્તી ઘણી, મિત્ર કલત્રે પ્રીતિ બની. ઉછાંછળા બેલાતા બેલ, ધીંગા મસ્તી વાક્ય કલ;
For Private And Personal Use Only