________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
તિમાંહિ તિ મળે, લક્ષ ચોરાશી ફેરા ટળે. મૃત્યુ ગાજે સૌને શીર. હેય વિર પેગંબર પીર; ગાજે મહા ભયંકર કાળ, મારે અણધારી ઝટ ફાળ. વૃદ્ધાવસ્થા પામી જેહ, પ્રભુભક્તિથી ચેતે નેહ, જન્મ મૃત્યુને જીતી જાય, પરમ સુખી તે દિવ્ય સુહાય. ૮૨ શિક્ષા સમજુને ઝટ મળે, પાપ કર્મથી પાછા વળે, પરમાર્થે તે રાચી રહે, સમતાભાવે સુખડાં લહે. શાન્ત રસી થાવાને કાજ, વૃદ્ધાવસ્થા ઉત્તમ સાજ; પામીને ના કરે પ્રમાદ, વૈરાગી થઈ શિવસુખ સ્વાદ. ધારે જે મનમાં ઉપદેશ, જન્મ જરાના ટાળે કલેશ, શંકા તેમાં નહીં લગાર, નિશ્ચય એ મનમાં ધાર. વૃદ્ધ થઈ વૈરાગ્યમાં, ધ્યાને કાઢે કાળ; પરમ પ્રભુના ધ્યાનથી, હવે મંગલ માલ. સમજુ સમજે સાનમાં, સફલ કરે અવતાર વતી પૂર્ણ સમાધિમાં, પામે શર્મ અપાર. પેથાપુરમાં ભાવથી, રચના કીધી સાર; બુદ્ધિસાગર ધર્મથી, હવે જયજયકાર. સંવત ૧૯૭૧ ના અશાડ વદિ ૧૨ શનીવાર.
ગુવાન. ૨૬ જબરું જુવાનીનું જોર, થાતે ભારે શોર બકોર, જાણે પ્રગયું ગંગા પૂર, એવું જુવાનીનું નૂર. સકલ ઈન્દ્રિયે થાય સચેત, બલપૂરે મન વાધે ક્ષેત્ર. ધાર્યા સર્વે કાર્યો થાય, નરનારી મસ્તીમાં ગાય. હાલે લાગે મન શૃંગાર, મઝ મઝામાં લાગે પ્યાર આશુક માશુક પ્રગટે રાગ, ગદ્ધા પચ્ચીશીને લાગ. ખભા ઉપર આવે છે આંખ, અહંવૃત્તિની પ્રગટે પાંખ;
For Private And Personal Use Only