________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
બલાતું ના હૃદયબળથી બોલતાં જીભ પૂજે, ચિન્તા ઝાઝી પરવશપણું જાઉ કયાં તે ન સૂજે. ૩ શકિત ઓછી શયન કરતાં ઉંઘ મીઠી ન આવે, રે આવે બળ બહુ કરી ચિત્ત ક્યાં ન સુહાવે, જે જે કીધું યુવક વયમાં તેને થાતું જરાથી, લેહી ધીમું વહન કરતું ચાલતું ના ત્વરાથી. પૂજાભક્તિ અરર કશું શકિતથી ના થતું રે, જે જે દેખ્યું યુવક વયમાં દૂર તે તે જતું રે, વાણી કાયા બળ બહુ ટળે દુ:ખકારી બુઢાપો, ભેગું કીધું સ્વજન ધનને લેઈ જાતાં બળાપ. આજ્ઞા બીજા ઉપર કરતાં કઈ માને ન માને, ચીડાવાનું પલપલ વિષે ચિત્ત રહેવે ન ભાને; વિશ્વાસીઓ ઉપર મનડું ક્યાંઈ શંકાય ભારે, કણે કાચા બહુ પડી જતા નાસિકા શક્તિ હારે. ૬ વ્હાલે લાગે જરૂર મનમાં ખાટલે ને વિસામે, બાકી બીજું મન નહિ ગમે ઠાઠ લાગે નકામો: શૃંગારો જે પ્રથમ મનમાં પૂર્ણભાવે સુહાતા, ફિક્કા લાગે જરૂર સહુને ચિત્ત આપે ન શાતા. ૭ પડેલા દાંતથી બેખુ, થતું મુખડું ચવાતુંના, વળાતું કેડથી વાંકા, જરાથી ઝાઝરી કાયા. અરે એવી અવસ્થામાં, થતી ના ધર્મની કરણી, સુણાતું ના અરે પૂરું, જરાવસ્થા અરે એવી. ૯ જ પડે છે લાળ મુખડાથી, વળે છે ચીપડા આંખે;
જણાતી હાડ પાંસળીઓ, કરેચળીઓ વળે અંગે. ૧૦ * गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्ताबलि, दृष्टिर्नश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रिय ते च बान्धयजनो भार्या न शुश्रूषते, हा कष्टं पुरुषस्य जीर्ण वयसः पुत्रोप्यमित्रायते ॥.
(વૈરાગ્યશતક.)
For Private And Personal Use Only