________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
ભજનપદ્ય સંગ્રહ
હૃદય તારે નહીં તૂટે. હશે જ્યાં જ્ઞાન ત્યાં નક્કી અહે એ બ્રહ્મજ્ઞાનીને, ખરેખર પ્રેમ છે જુદો. નથી જ્યાં એક વણ બીજું, થતો ના છેદ ત્યાં કોને; ખુમારી જ્યાં ચઢી એવી, નથી ત્યાં છેદની ભ્રાન્તિ. પુટેલી કાચની કોઠી, ફરી સન્ધાય ના ક્યારે, જડામાંહિ થતું એવું, નથી એ જ્ઞાનીમાં ઘટતું. અહે એ કાચની સાથે, નથી સાદશ્ય જ્ઞાનીનું; વિશુદ્ધ પ્રેમ જ્ઞાનીને, સમાતે બ્રહ્મ તિમાં. વપુથી મુક્ત કીધેલું, ફણ ધારે નહીં કંચુ; અહે એ કંચુકે જડતા, અતઃ ત્યાં તે બને તેવું. પરતુ જ્ઞાનિએ ધાર્યું, અહીં જે જ્ઞાનમાં સાચું; ઘટે ઉપમા નહીં ત્યાં એક મળે જ્યાં જ્ઞાનીને જ્ઞાની. પરિહાર્ય જ સ્વભાવે જે, નહીં તે જ્ઞાનીના મનમાં કદાપિ આવતું પ્રેમ, વિશુદ્ધ સ્નેહ છે જ્ઞાને. ઘટે ના કંચુકી સરખું, ગ્રહી પાછું ત્યજી દેવું; અહે એ ચિત્તમાં સમજી, ત્યજી દે બાહ્યની બ્રાનિ. અરે જે આત્મવત્ કરવું, ગ્રહીને તે ત્યજાતું ના; ઘટે જે કંચુકી સમ તે, નથી તે પ્રેમ યોગ્ય જ એ. વિચારી ચિત્તમાં એવું, ત્યજીને નામની પ્રીતિ; ત્યજીને રૂપની પ્રીતિ, વિશુદ્ધ પ્રેમ ધર જ્ઞાને. થતા જે દુઃખ આઘાત, ખરેખર કર્મયેગે એક નિમિત્તે ત્યાં થતાં બીજા, વિશુદ્ધ બ્રહ્મ ના વૈરી. પછી ત્યાં લાગણી કેના, ઉપર બૂઠી અરે થાતી; થતી અજ્ઞાનથી સમજી, ઘસાવા ચિત્ત ના દેવું. સુકે ના સ્નેહનાં ઝરણું, વિશુદ્ધ જ્ઞાનજાતિએ; સુકે ત્યાં જ્ઞાનની ખામી, સદા અજ્ઞાનીઓમાંહિ. મધુર ગાન જ્ઞાનીને, હૃદયમાં ગુંજતાં રહેતાં; નિમિત્ત બાહ્યનાં પામી, ટળે ના તે કદિ ટાન્યાં.
For Private And Personal Use Only