________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૩૪
૩૫
૩૭
૩૮
૩૯
જનોએ દાન દેવામાં, કદી ના દેખવું પાછું; કરેલા દાનથી ઝાઝું, મળે પાછું ખરેખર તે. અતઃ દાન પ્રવૃત્તિથી, જરા પાછા નહીં હઠવું; મળે છે પૂર્વભવ દીધું, ધરી શ્રદ્ધા ખરી તેની. કરી ઉપકાર જગપર બહુ, નહીં ઈચછે પ્રતિ ફળને; જાએ મેઘની પિકે, થવું નિષ્કામ ઉપકારે. રહીને વાદળાં ભેગાં, પ્રવર્ષે ચાલીને જ્યાં ત્યાં મનુષ્યએ તથા કરવાં, મળી ઉપકારનાં કાર્યો. ખરા પરમાર્થનાં કાર્યો, બને છે સંપથી સારાં કુસંપે થાય છે કાળું, જુને વિશ્વમાં જ્યાં ત્યાં, ખરા નિજરૂપમાં આવે, તદા જલધારની વૃષ્ટિ; થતી એવું વિચારીને, ખરા નિજરૂપમાં રહેવું. કરીને દાન વૃષ્ટિથી, રહે છે શીર્ષ પર ઉગે; મનુષ્યએ દઈ દાન, તથા ઉંચા થવું જગમાં. અહો જે દાન લેનારા, રહે છે દાનીથી નીચા, મહત્તા દાનની સમજી, મનુષ્યએ થવું ઉંચા. ખરેખર મેઘ કૃષ્ણ જ છે, મહા ઉપકારથી જગમાં; રમે છે વાદળી ગોપી, તણી સાથે ઘણે ગાજી. શુભાત્મા મેઘ અન્તરૂમાં, ખરેખર દ્રવ્યને ભાવે; નિહાળી સત્ય પરમાર્થે, સદા રહેવું મનુષ્યએ.. નિજાભા મેઘ જાણીને, અદા કરવી ફરજ નિજની, સદા જગ સન્તલોકોએ, ખરો નિજ ધર્મ જાણીને. નિમિત્તે મેઘની પેઠે, જગજજીવન થવું ભાવે;
ઉપાદાને તથા મેઘ જ, બુદ્ધયબ્દિ મેઘ થઈ રહેવું. સંવત ૧૯૭૧ ના અષાડ વદિ ૫ શનિવાર
४०
૪૧.
૪૩
૪૪
૪૫
-
- -
-
For Private And Personal Use Only