________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાનુજાચાર્ય કહે છે કે આત્માને આકાશવત સર્વત્રવ્યાપક માનતાં તેનું સ્વર્ગમાં, મનુષ્ય લેકમાં, મુકિતમાં, આવવું જવું થશે નહિ. તમે એમ કહેશે કે રાશી લક્ષ યોનિમાં જીવ ગમનાગમન કરશે તે પણ કથન યોગ્ય નથી. કારણ કે તમારા મત પ્રમાણે જીવ તો દેહાધ્યાસરૂપ ભ્રાંતિ માત્ર છે. તેને કંઈ આકાર નથી. વા તે તમારા મત પ્રમાણે જીવ કંઈ દ્રવ્ય વસ્તુ પ્રમાણે સિદ્ધ ઠરતો નથી. તમે કહેશે કે માયા જશે તો તેના ઉત્તરમાં જણાવવાનું કે માયા એ કાંઈ તારિક વસ્તુ નથી, અને જે માયાને તાત્વિક માનશે તે આત્મા અને માયા એ બેની સિદ્ધિ થશે ઇત્યાદિ અનેક દૂષણો આવે છે; માટે આત્મા આત્મા સર્વદા આકાશવત વ્યાપક વ્યકિતવાળો નથી. આત્મા અણુ છે અને તે ચેતસ અર્થાત મનવડે જાણવો જોઈએ. આત્મા સૂક્ષ્મ થકી પણ સક્ષમ છે. આકાશરૂપ આધાર વિના આત્મા રહી શકતું નથી. જ્યારથી આત્મા છે ત્યારથી આકાશ છે, આત્મા અનાદિકાળથી છે તેથી આકાર પણ અનાદિ અનંત સિદ્ધ કરે છે. તેમ આત્માની સાથે લાગેલ ધર્મ અને અધમ પણ અનાદિકાલથી સિહ ઠરે છે. રામાનુજાર્યને શંકરવાદીઓ કહે છે કે આત્મા અણુરૂપ જે કહ્યો છે. અને મહાનરૂપ જે કહ્યો છે તે તો આત્માને મહિમા જણાવવા માટે કહયો છે. આ પ્રમાણે બંનેને વિવાદ કરતો દેખી મધ્યસ્થ જૈનાચાર્યો કહે છે કે વેદની કૃતિમાં ઉપર પ્રમાણે જે લખ્યું છે તેને અનુભવથી ખ્યાલ કરવો જોઈએ. શ્રી સર્વા મહાવીર પ્રભુએ આત્માને અણુમાં અણુરૂપ કહ્યો છે. મોટામાં મોટે કહ્યો છે. તેમજ સૂમથી સૂક્ષ્મ કહ્યો છે, એ સર્વ બાબતો સાતનોની અપેક્ષાએ અમે યથાર્થ જાણીએ છીએ કે તમે બંને શા માટે વેદની કૃતિમાં પક્ષ કરે છે. આ પ્રમાણે સાંભળી બંને વાદીઓ કહે છે કે તેનું સમાધાન તમે કરે. જેનાચાર્યો જણાવે છે કે અણુમાં અણુ અર્થાત સૂક્ષ્મ જીણું શરીરમાં પણ આત્મા છે, તે શરીરની ઉપાધિની અપેક્ષાએ અણુરૂપ ગણાય છે. હૃદયમાં આત્મા છે. જેમ શરીરમાં સર્વત્ર આત્મા છે, તેમ હૃદયમાં આત્મા છે, પરંતુ હૃદય અંગુષ્ટ માત્ર છે તેથી તેની ઉપાધિની અપેક્ષાએ ધ્યાન કરનાર ગીઓએ અંગુટમાત્ર આત્મા કહયો છે તે પણ તે હૃદયરૂપ ઉપાધિની અપેક્ષાએ સત્ય છે. અને મેટામાં મોટે સર્વત્ર વ્યાપક આત્મા છે, તે પણ કેવલજ્ઞાનની અપેક્ષાએ સત્ય કરે છે. જ્યારે ઘન ઘાતી કર્મને ક્ષય થાય છે, વેદાન્તની દ્રષ્ટિએ રજે ગુણ, તમે ગુણ, અને સત્વ ગુણરહિત નિર્ગુણ આત્મા થાય છે ત્યારે તે આત્મામાં આવરણના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકાશે છે. આત્મામાં અનાદિકાલના કેવલજ્ઞાન દર્શન છે. પરંતુ આવરણ સદ્દભાવે તે પ્રકાશિત થતાં નથી, પણ રજોગુણ, તમે ગુણ, અને
For Private And Personal Use Only