________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ક મો ના મનો ધંધો. બની માગણ ધરી આશા, પરાયા બારણે જાવું; નથી કે નીચ તે સમ કંઈ, ભલે ના ભીખને ધંધો. કરી નીચું અરે મુખડું, મને કંઈ દે અરે કહેવું; ગુલામી વૃત્તિથી પણ એ, ભલા ના ભીખને ધધ. નહીં જ્યાં ભાવ ત્યાં જઈને, ધરીને શ્વાનવત્ આશા, ગરીબાઈ જણાવાની, ભલે ના ભીખને ધંધે. સહી મહેણાં અને ટાણાં, સહી અપમાનને શબ્દો; ખરેખર પેટને ભરવું, ભલો ના ભીખને ધંધો. ઘરેઘર માગવું ખાટું, હળાહળ ઝેરના જેવું. છવંતાં જીવવું શું તે, ભલો ના ભીખને ધંધે. પરાયું મુખ અવલોકી, સદા ધરવી જીવન આશા બન્યું એ જીવવું જગમાં, ભલે ના ભીખને ધંધો. કરી ના તે કરી જશે, જગતમાં કરી બૂરી; અહો તેથી ધણે બૂરો, ભલે ના ભીખને ધંધે. સદા પરતંત્રતા રહેતી, ઠરે ના ઠામ મન કયારે દબાઈ નિત્ય રહેવાનું, ભલે ના ભીખને ધંધે. કદાપિ છાતી ઠોકીને, ખરું કહેવાય ના કેને, રહે સ્વાતંત્ર્ય ના સાચું, ભલો ના ભીખને ધ છે. બનીને ભીખથી નીચા, પરાયે માલ ખાઈને બની શું? છાકીને વદવું, ભલે ના ભીખને ધધો. થત કંપિત સ્વર જ વદતાં, પડે છે પગ અરે પાછા; નિજાત્માને રૂચે ન એ, ભલો ના ભીખને ધંધે. વિના હક્ક અન્યનું ખાવું, ખરેખર એ નહીં સારું; વિચારો ભિક્ષુક મનમાં, ભલે ના ભીખનો ધંધે. કરી ઉદ્યમ ગમે તે, સદા આજીવિકા કરવી; બુદ્ધયબ્ધિ નીતિવૃત્તિથી, સદા જીગ્યું ભલું જગમાં.
For Private And Personal Use Only