________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
@ रात्रि देवी અહાહ રાત્રિ દેવી રે, તવ ગુણ અપરંપાર. અહાહા. કાળો સાથું ઓઢીને રે, કરતી વિશ્વ વિહાર તારાના આભૂષણે રે, ચંદ્ર વદન જયકાર. અહાઅહે. ૧ દન્તપંકિત નક્ષત્રની રે, ઉજજવલ હાસ્ય સુહાય; ધૂમકેતુ અંબેડલું રે, ફેરવતી જ જણાય. અહાઅહે. ૨ સ્નાન કરી સાગર વિષે રે, નીતરતી લહે શોભ; પર્વતપર ચઢીને રમે રે, કેથી ન પામે છે. રહા. ૩ લાંબી પહોળી કેટલી રે, કેઈ ન પામે પાર; તવ ખેળે સર્વે જી રે, ઉંઘી લહે બલ સાર. અહાઅહે. ૪ દેઈ સજીવન શકિતને, પષતી જગજીવ; ઉઠી છો જાગીને રે, થાતા વિવમાં શિવ. અહાઅો. ૫ નિદ્રાશીશી સુંઘાડીને રે, ડૉકટર પેઠે બેશ; વહાડકામ કરે વિવનું રે, ટાળે જીના કલેશ. અહાઅહે. ૬ જગદુદ્ધારક યોગીઓ રે, તીર્થકર મહાવીર; જન્મ તેઓને આપતી રે, પયગંબર મહાવીર. અહાહા. ૭ ઉત્પાદક સહુ શકિતનાં, બીજેને ધરનાર; યેગીએ તવ સંગથી રે, આનન્દ લે નિર્ધાર. અહાઅહે. ૮ મહાકાલી મહાગિની રે, ભદ્રકાલી અવતાર; શ્રમ દુઃખ હરણી જયકરી રે, જીવન મંત્રાધાર. અહાઅહે. ૯ નાળાં નદી સાગર તટે રે, તવ શોભા છે એર; તવ શરણું સહુ જીવને રે, કાનું ન ચાલે છે. અહાઅહે. ૧૦ તવ કુદ્રત વર્ણન કરે રે, કદી ન આવે પાર; બુદ્ધિસાગર આત્મમાં રે, યષ્ઠિ સમષ્ઠિ સાર. અડાઅહે. ૧૧
For Private And Personal Use Only