________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભજનપદ્ય સંગ્રહ,
વંદન કીધું લાવી ભાવ, ભવજલધિમાં તું છે નાવ. ૧૨
- - ••• • ••• ••• ધન્ય ધન્ય ધમી અવતાર, ભવસિન્ધથી મુજને તાર. ૧૩ દીધો દયાધર્મ ઉપદેશ, પારધીના મન નાઠા કલેશ, સાધુવ્રત ત્યાં અંગીકાર્યું, દયાવતે નિજ મનડું ધર્યું. ૧૪ સાધુભાવે દયા સમાન, ધર્મ નહીં કે જગમાં માન; દયાવિષે છે પ્રભુને વાસ, સર્વ ધર્મમાં દયા જ ખાસ. ૧૫ દયા નહીં ત્યાં હેય ન ધર્મ, દયા નહીં ત્યાં પાપ જ કર્મ દયાનદી જે જળ સૂકાય, મહાપ્રલય જગમાં ઝટ થાય. ૧૬ જેના મનમાં દયા ન હૈય, તે ના ધમી જગમાં જોય; કબૂતર સરખાં પાળે દયા, મહાજનની તે ઉપર માયા. ૧૭ કબૂતરની રક્ષા જગ થાય, કેમ દયાળુ તેને હાય; ધન્ય કબૂતર જગમાં જાત, દયા પાળતાં જે પ્રખ્યાત. ૧૮ દયા કરે તેની જે સાર, ધન્ય ધન્ય તેને અવતાર; મળે પ્રભુ તેને નિર્ધાર, ભવસાગરને પામે પાર. ૧૯ પ્રભુ કબૂતર લઈ અવતાર, દર્શન દીધા પ્રેમ અપાર; અન્ય ધર્મમાં એવી વાત, ભક્ત ભક્તિ મહિનામાં સાર. ૨૦ દયા સ્વભાવે કબૂતર ઈશ, ઘટના કીધી વિશ્વાવીશ; દયા ધર્મનું એ દષ્ટાંત, જીવંતું સમજે થઈ શક્ત. ૨૧ દયા વિના શેભે ના વેદ, દયા વિના તપ જપ છે ખેદ; દયા વિનાનાં શાસ્ત્રો જૂઠ, મથુરની જેવી છે પૂંઠ. ૨૨ ધન્ય કબુતર સ્વાપણ ત્યાગ, ધન્ય કબૂતર અહિંસા રાગ; કબૂતર પારધી સુણી પ્રબંધ, દયા સ્વાર્પણે ધરે સંબંધ. ૨૩ દયાધર્મસમ કેઈ ન ધર્મ, દયાસમું નહિ જગ શુભ કર્મ, દયાધર્મથી શાન્તિ થાય, પુણ્ય અનંત શુભ બંધાય. ૨૪ કબૂતર બચ્ચાં દેખી સાર, કાવ્ય કર્યું એ હૃદયદ્રાર; બુદ્ધિસાગર દયા સુધર્મ, સત્ય સનાતન પામે શર્મ. ૨૫
For Private And Personal Use Only