________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
છે કે તું બ્રહ્મ છે પણ જડ નથી. શિષ્ય પ્રથમ અજ્ઞાનતાથી શરીરને આત્મા માનતો હતો, ઈન્દ્રિયોને આત્મા માનતા હતા, પ્રાણોને આત્મા માનતો હતે. નીચેના ઉપનિષના વાયથી શંકા કરતા હતા તે જણાવે છે સવાધપુષs घरसमयः तस्माद्वा एतस्मादन्नरसमयादन्योऽन्तर आत्माप्राणमयोऽन्योऽन्तरात्मा મનોમચો વા વિજ્ઞાનમઃ તે આત્મા શું અન્નરસમય છે ? વા તે ઈન્દ્રિય છે ? વાતે પ્રાણમય છે, વાતે અન્તરાત્મા મનોમય છે? વાતે વિજ્ઞાનમય છે? અત્તરસમસ્ત દેહને વ્યાપી આત્મા રહે છે, પણ તે અક્ષરસમય નથી. દેશમાં આત્મા રહે છે તેથી અધિષ્ઠાનની અપેક્ષાએ ઉપચાર દેહ પણ આત્મા કહેવાય છે, પરંતુ નિશ્ચયથી અન્તરસમસ્ત દેહથી આત્મા ભિન્ન છે. પ્રાણને વ્યાપીને આત્મા રહે છે તે અધિષ્ટાનની અપેક્ષાએ પ્રાણમય આત્મા કહેવાય છે, પરંતુ તે ઉપચાર માત્રથીજ, વસ્તુતઃ પ્રાણના ધર્મથી આત્મા ભિન્ન છે માટે તે પ્રાણમય આત્મા નથી પણ દશ પ્રાણોથી ભિન્ન આત્મા છે. શું મનમય આત્મા છે? મનન સ્વરૂપ મનનું છે. મનમાં વિકલ્પ સંકલ્પ વિચાર થાય છે. મનને વ્યાપીને આભા રહ્યો છે પણ મનના ધર્મથી આત્મા ભિન્ન હોવાથી મનોમય આત્મા નથી. મન ક્ષણિક છે, પરંતુ આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ કેવલજ્ઞાન દર્શન ચરિત્રમય છે, તેથી વસ્તુતઃ મનથી ભિન્ન આત્મા છે એમ કહેવાને માટે શ્રી સદ્દગુરૂ જણાવે છે. તરવમસિ તું તે શુદ્ધ બ્રહ્મ છે પણ દેહ પ્રાણમય નથી. તેથી તેમાં મુંઝાવું એ તને ઘટતું નથી. મતિજ્ઞાનને અને શ્રુતજ્ઞાનને વિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનથી આત્માનું શુદ્ધ ક્ષાયિક કેવલજ્ઞાન ભિન્ન છે તેથી કહ્યું છે કે બુદ્ધિ અર્થાત વિજ્ઞાન તું નથી પણ ભિન્નતું શુદ્ધ જ્ઞાનરૂપ આત્મા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મનઃપર્યાવ જ્ઞાન કરતાં અનંત કેવલ જ્ઞાન છે તે શુદ્ધ છે તેથી કહેવામાં આવે છે કે આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત આનંદમય છે. એ આત્મા તેજ તું છે. એમ ગુરૂ સ્વશિષ્યને જણાવે છે. ઔદારિકશરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, અને કામણ શરીરથી તે શુદ્ધ બ્રહ્મ ભિન્ન છે. અને તે શુદ્ધ બ્રહ્મતેજ તું છે. રાગ દ્વેષ કર્મની ઉપાધિ સહિત બ્રહ્મને સબલ અર્થાત દોષસહિત બ્રહ્મ કહેવામાં આવે છે. સ્થૂલકેષ, વાસનાકાષ, લિંગકોષ, આનંદમયકોષ, ઈત્યાદિ અનેક કે તે તું બ્રહ્મ નથી પરંતુ તે કેષથી ભિન્ન તું બ્રહ્મ છે. એમ તત્વમસિ એ મહા વાકયથી નિવેદાય છે. ગુરૂએ ઉપર પ્રમાણે તત્વમસિ વાકયને અનુભવ સ્વશિષ્યોને કરાવ્યો. શિષ્યને બ્રહ્મને અનુભવ થયે. શુદ્ધાત્મસ્વરૂપ તે તું છે એને અનુભવ આવ્યાથી
For Private And Personal Use Only