________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬
૭.
૮
અરેરે દેહથી પાપી, રહ્યો જે જીવતે હે શું? કળા કપટીતણી કેડી, બુરાઈ ચિત્તમાં ઝાઝી; થઈ સામો ગુરૂજનના, રહ્યો જે જીવતો હો શું ? કૃતઘી હી પાખંડી, બની ઘાતક હૃદયમાંહી; જગમાં લક્ષ્મી સત્તાથી, રહ્યો જે જીવતે શું? રહ્યો ના વાણીથી સાચે, રહ્યો ના ચિત્તથી સાચે કરી મેળજ હૃદય છેદી, રહ્યો જે જીવતા હો શું ? કરીને ધર્મનાં ટીલા, ધરી આચાર ધમીના; ધરીને ઢગ ધતૂરા, રહ્યો જે જીવતે હો શું ? બન્યો વિશ્વાસઘાતી જે, નથી તે યોગ્ય કંઈ કરવા બુદ્ધચબ્ધિ સત્તની વાણી, રૂચે તે જીવતો જગમાં.
૧૦
સાણંદ,
૭
- ૭ થવાનું તે થયા તું થી પડી સામા બની દ્વેષી, પ્રપંચ કેળ કેડી; નકામાં શું બક્યા કરતા, થવાનું તે થયા કરતું. ગુણાને દુર્ગણે માની, ગુણો સામે નથી જેવું; નથી પરવા તમારી કંઈ, થવાનું તે થયા કરતું. બનીને માન પૂજારી, બનીને સ્વાર્થના કીડા; બુરું કરતાં નહીં ફાવે, થવાનું તે થયા કરતું. ખરેખર નીચદ્રષ્ટિથી, કદી ના ઉચ થાવાના; ખણે ખાડે પડે તે ત્યાં, થવાનું તે થયા કરતું. બની શયતાનના ભકતે, બનાવે અન્યને તેવા થશે ના તેથકી સારૂં, થવાનું તે થયા કરતું. કરે જેવું હો તેવું, ખરા એ ન્યાયને કાંટે; ફરે ના ફેરવ્યો કોથી, થવાનું તે થયા કરતું. અમારે શુદ્ધબુદ્ધિથી, સદા કર્તવ્ય કરવાનું બુરામાં ના કદી ભળવું થવાનું તે થયા કરતું.
For Private And Personal Use Only