________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ભજનપદ્યસંગ્રહ.
, नाम रूपातीत अलख परमात्मा.
શામળીયાની પાઘડી–એ રાગ. હારૂં નામ ન રૂપ લખાય, પરમ દેવ આતમા; હને નિશદિન ચેરીઓ ગાય, પરમદેવ આતમા. સાત સમુદ્ર ઓળંઘીને રે, જાવું પેલે પાર; ધ્રુવની તારી દેખીને રે, વહાણ ચલાવવું સાર. પરમ. ૧ સિદ્ધાચલ દર્શન કરે રે, સિદ્ધાચલ તુજ વાસ; સિદ્ધાચલને ભેટતાં રે, નિરંજન અવિનાશ. પરમ. ૨ ગંગા કાંઠે કાશીમાં રે, વિરેશ્વર તું ખાસ; ત્રિવેણીના કાંઠડે રે, તુજ ઝળહળતે પ્રકાશ. પરમ. ૩ સરસ્વતી નદી કાંઠડે રે, શોભીતું સિદ્ધપુર વાસ કરતાં તેહમાં રે, વાલ્બમ વાધે નૂર. પરમ. ૪ હું તુંથી જે વેગળો રે, મન મક્કાની પાસ; શુદ્ધ સમાધિ ઝળહળે રે, સત્ય ખુદા વિશ્વાસ. પરમ. ૫ ક્ષેત્ર ત્રિપુટી પ્રયાગમાં રે, જ્ઞાન દર્શન સ્થિરતાય; દર્શન સ્પર્શન ધ્યાનથી રે, જન્મ મરણ દૂર જાય. પરમ. ૬ ભક્તિ દ્વારિકા ક્ષેત્રમાં રે, આતમ કૃષ્ણ નિવાસ; વૃત્તિ ગોપીએ શોભતો રે, દેખે જ્ઞાની ઉદાસ. પરમ. ૭ સમતા સાબર કાંઠડે રે, વિદ્યાપુર આવાસ; નિશ્ચયભાવે જે કરે છે, તેડે કર્મના પાસ. પરમ. ૮ જગન્નાથ પિણ્ડ પ્રભુ રે, ભેદભેદ ના લેશ સમજે અદ્વૈતભાવથી રે, ના હું તું ના કલેશ.
પરમ. ૯ બ્રહ્મરંધ્ર અનુભવ દશા રે, પહોંચે વાગે તૂર; ભાવવીર ચેતન બને રે, પ્રગટાવે નિજ શૂર. પરમ. ૧૦ અનેકાન્ત વ્રજ દેશમાં રે, નવ રસનું શુભ તાન; બુદ્ધિસાગર ધ્યાનમાં રે, મસ્ત થયે લહી ભાન. પરમ. ૧૧
--
-
-
For Private And Personal Use Only