________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સર્વ જગતને જીતવું છે, કાર્ય ઘણું એ સહેલ; પણ તુજને જે જીતવી રે, કાર્ય ઘણું મુશ્કેલ. ત્વરિત. ૯ મનની કામના નામનારે, છતે જગ જીતાય; એ જીત્યાવણ ત્યાગીને રે, વેષ ન લેખે થાય. ત્વરિત. ૧૦ તુજને ત્યજાવ ત્યાગશે રે, તુજને ત્યજાથી ત્યાગ; આત્મજ્ઞાન વૈરાગ્યથી રે, તુજ જયનો છે લાગ. ત્વરિત. ૧૧ આશા વિષ પ્યાલા ગણી રે, કર નહિં પુદ્ગલ આશ; આશા વિકલ્પન જ્યાં જરા રે, આનન્દઘનને વિલાસ. ત્વરિત.૧૨ આત્મસ્વભાવે સ્થિર થતાં રે, આશા થાય વિનાશ; બુદ્ધિસાગર ધ્યાનથી રે, અનુભવ જ્ઞાન પ્રકાશ. ત્વરિત. ૧૩
મરવ મુ . S પ્રભુ તુજ અકળ રૂપ મહાભારી અલખ અલખ જયકારી, પ્રભુ. વૈખરી ભાષાથી ન કથાતું, અનુભવ એ નિર્ધારી, પરા પર્યંતીમાં કંઈ ઝાંખી, ભાવ સુષુષ્ણુ પ્રચારી. પ્રભુ. ૧ તમ ગુણ દષ્ટિએ છે મહેશ્વર, રજથી બ્રહ્મા વિચારી, સત્ય દષ્ટિએ વિષ્ણુ સ્વરૂપી, ગુણાતીત સુખકારી. પ્રભુ. ૨ સત્વ રજસ્ ને તમ ગુણ દષ્ટ, પિણ્ડ પ્રભુ અવધારી, ગુણાતીત દષ્ટિએ પિડે, સત્તા પરમ બ્રહ્મભારી. પ્રભુ. ૩ પિડ પદસ્થને રૂપસ્થ ધ્યાને, આપ આપ વિચારી, અલખ નિરંજન નિર્ભય સ્વામી, સમતાભાવ વિહારી. પ્રભુ. ૪ દ્રવ્યે એક અનેક પયોયે, કર્તા હતો સદારો, પશુણ હાનિ વૃદ્ધિ થાવે, સમયે સમયે મુદારી. પ્રભુ ૫ નિરાકાર સાકાર સ્વરૂપી, સહજાનન્દની કયારી, સર્વસ્વરૂપી સર્વથી ન્યા, ભાસે સમાધિ મઝારી. પ્રભુ. ૬ નામ રૂપથી ભિન્ન સનાતન, જ્ઞાતા ય પ્રકારી, બુદ્ધિસાગર સિદ્ધ સ્વયં પ્રભુ, અનુભવને ઉતારી. પ્રભુ. ૭
For Private And Personal Use Only