________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૩
ગમે તે થાઓ તે થાઓ, તથાપિ કાર્ય કરવાનું કશું ના અન્ય જેવાનું, નિશાની કાર્ય કરવાની.. થનારૂં શ્રેય જે નક્કી, પડ્યાં વિદને સહ્યા કરવાં; ત્યજીને અન્યની ચિન્તા, કરી લે કાર્ય ધારેલું. હને એવી ખરી પ્રીતિ, હૃદય પ્રકટી ખરી લગની; તદા તું બેસી ન રહેજે, શિખામણ સત્ય માનીને. થશે ત્યારે ઉદય એથી, અમારા ચિત્તમાં ભાસે; ખરી આત્મતિ કરવા, કરી લે એક નિશ્ચયને. થતી ના મન્દપરિણામે, અરે આત્મોન્નતિ ક્યારે; મર્યા વણ માળો કયાં છે? વિચારી દેખ વૈરાગ્યે. અહિ જે જાય છે વેળા, ફરી પાછી નહીં આવે, પ્રભુ મહાવીરની દીક્ષા ગ્રહી લે સદગુરૂ પાસે. પ્રભુ મહાવીર સિદ્ધાન્ત, ભણું ઉદ્ધાર જગ સઘળું; જગમાં ધર્મશૂરાની, ખરી સેવા બજાવી લે. બજાવી ફર્જ હું મારી, લખીને પત્ર સમજાવી; પ્રતિજ્ઞા સિદ્ધ કરવાને, ગ્રહી લે એક નિશ્ચયને. કરે છે કાર્ય ધારેલાં, જગતમાં એક ટેકીલા; બુદ્ધયઘિ સત્ય નિશ્ચયને, ગ્રહી તેઓ અમર થાતા.
૧૩
E પત્ર વો. શરૂ
૧
અધીરે ક્યાં અને બાપુ, કરે છે શેક શા માટે? બન્યું તે ના બન્યું માની, ફરીથી યત્ન કર પ્રેમે. થતી હારજ વિજય માટે, પ્રથમ તે ઉઘમીને હો; થયું ભાવિ વિજય હેતે, ગણ ઉત્સાહ ધર મનમાં. ધરી ઉત્સાહ બમણો રે, બરાબર ખંતથી યત જે શિખામણ એ અમારી છે, પછી તે કર રૂચે તેવું.
૨
૩
For Private And Personal Use Only