________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૪૭૬
અનુભવ કાશી શહેરમાં, વિવેશ્વર શુભશક્તિ, સમતા નદીઓના નીર રે, વહેતાં સર્વત્ર ભારી. આર્ય ૨ આર્ય ક્ષેત્ર રક્ષા ભલી, ચાર વર્ણ આધાર, ચાર વર્ણની ફર્જ છે, ચિત કર્મ વિચાર, બ્રાહ્મણ આપે વિવેક રે, રક્ષા ક્ષત્રિય સારી. આર્ય ૩ પિષક વર્ગ સુધેશ્ય છે, ખેતી કરી વ્યાપાર સેવા શુદ્ધ જ કરે, આર્ય ક્ષેત્ર નિર્ધાર, આર્ય ક્ષેત્ર અભિન્ન રે, ચાર વર્ણ સુધારી. આર્ય ૪ ચાર વર્ણ છવાઇ તું, આય ક્ષેત્ર જયકાર, ગુણ રૂપ બીજે વાવવાં, એ ઉત્તમ આચાર; કરીને ક્ષેત્ર સ્વતંત્ર રે, નાશ કર મેહારિ. આર્ય પ વાવ્યાં બીજે ભક્ષત, ઉંદર જે પરભાવ; હણ અવસર પામીને, કરી સુયુક્તિ દાવ; નાસ્તિક પંખી ઉડાડ રે, એક નિશ્ચય ધારી. આર્ય ૬ કપટ ભાવ વરૂઓ અરે, કરતા ખેતી વિનાશ, શકિતબળે રક્ષા કરે, વિર્ય ક્ષત્રી શાબાશ, ફર્જ એ સાચે ધર્મરે, સ્વાધિકાર સદારી. આર્ય ૭ ક્ષેત્ર ફર્જ સહુ વર્ણની, અદા કરે તે ધન્ય; જીવન સફળું તેહનું, આત્મા તે કૃતપુણ્ય ફેરવીને પુરૂષાર્થ રે, જીવે નર અને નારી. આર્ય ૮ કર્મરાજ પરતંત્રતા, શાન્તિ નહીં દેનાર, આત્માસંખ્ય પ્રદેશમાં, દુ:ખ ઘણું દાતાર; પરતંત્રતાએ ભવ્ય રે, શાન્તિ નહીં થાનારી. આર્ય ૯ આત્મા બ્રાહ્મણ વર્ગ છે, આત્મા ક્ષત્રિય વર્ગ, આત્મા વૈશ્ય સુવર્ગ છે, આત્મા સેવક સ્વર્ગ આત્મા સર્વ સ્વરૂપ રે, સ્વપર પર્યાય ધારી. આર્ય ૧૦ રાગદ્વેષની પરિણતિ, એહ અનાર્ય પ્રદેશ,
For Private And Personal Use Only